- ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે 4 લોકોના મોત, 2 ઘાયલ
- વિસ્ફોટને કારણે 7 ઘર જમીનદોસ્ત થયાં
- સમગ્ર ઘટનાની માહિતી પોલીસે આપી હતી
રિયો ડી જનેરિયો: બ્રાઝિલના નટાલ શહેરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા. આ બાબતની જાણકારી અધિકારીઓએ રવિવારે આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે 7 ઘર પણ ધ્વસ્ત થઈ ગયા છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના સવારે 3 વાગ્યાની આસપાસ નટાલના પડોશના પૂર્વ ભાગના માઇ લુઇજામાં ગેસ સિલિન્ડર ફાટવાના કારણે બની હતી.