સેંટિયાગો (ચિલી): એક અઠવાડિયામાં બીજી વાર દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ધરતીકંપના શક્તિશાળી આંચકાને લઇ યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે, ધરતીકંપનું કેન્દ્ર દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઓવાલે નજીક હતું. આ સ્થળ રાજધાની શહેર સેન્ટિયાગોથી 400 કિલોમીટર દૂર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભૂકંપ 30.7 કિ.મી.ની ઉંડાઈમાં આવ્યો હતો.
ચિલીની રાષ્ટ્રીય ઇમરજન્સી ઓફિસે કહ્યું કે, ભૂકંપને કારણે કોઈ ઈજા કે સંપત્તિને નુકસાન થયું નથી. આ અગાઉ મંગળવારે દેશમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને કોઈ નુકસાન થયું નથી.