વૉશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે, ભારતના પ્રવાસ બાદ મને વધુ લોકો જોયા વગર ઉત્સાહ નથી થતો. મહત્વનું છે કે, અમદાવાદમાં ટ્રમ્પએ એક લાખથી પણ વધારે લોકોને સંબોધન કર્યું હતું.
મહત્વનું છે કે, ગત 25 અને 26 ફેબ્રુઆરીના રોજ ભારતની યાત્રાને લઇને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઇ પણ ભારત પ્રવાસે આવ્યાં હતાં, તેમને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી પણ વધારે લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. શનિવારના રોજ સાઉથ કેરોલિનાની એક રેલીને સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પએ મોટેરા સ્ટેડિયમમાં આયોજન કરાયેલ 'નમસ્તે ટ્રંપ' કાર્યક્રમને યાદ કર્યો હતો. તેમને કહ્યું કે, હું તમને એમ કહેવા નથી માંગતો કે, ભારતમાં તેમની પાસે વાસ્તવમાં એક લાખ 10 હજાર સીટોનું સ્ટેડિયમ છે. શું તમે તેને જોયું છે? દરેક સીટો ભરાયેલી હતી અને મોદીએ સૌથી સારૂ આયોજન કર્યું હતું.
ટ્રમ્પએ કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પર ઉપસ્થિત રહ્યો હતો, એ એક મહાન વ્યક્તિ છે અને ભારતના લોકો તેમને બહુ પ્રેમ કરે છે. મારા માટે એક આશ્ચર્યજનક વાત હતી, ત્યાં બહુ વધારે લોકો હતા અને મને લોકો વિશે વાત કરવી પસંદ છે, કારણ કે મારી સભાઓમાં જેટલી ભીડ આવે છે, એટલી ભીડ કોઇપણના પોગ્રામમાં નથી આવતી, હું મોટાભાગના લોકોને સંબોધન કરી અહીંયા આવી રહ્યો છું, મારા માટે ઉત્સાહિત થવું બહું મુશ્કેલ છે, એ તમે મને સમજી શકો છો.
ટ્રમ્પએ કહ્યું કે, હું ભારતના પ્રવાસ બાદ લોકોને જોઇને ખાસ કાંઇ ઉત્સાહિત થઇ શકતો નથી. ભારતમાં 1.5 અરબ લોકો રહે છે. જ્યારે અમારી પાસે લગભગ 35 કરોડ લોકો રહે છે. એટલે અમે બહુ સારૂ કરી રહ્યા છીએ, મને આ લોકો પણ પસંદ છે અને અમદાવાદના લોકો પણ પસંદ છે.