ETV Bharat / international

ક્રિસમસ પરેડ અકસ્માતમાં 8 વર્ષના જેક્સનના મોત સાથે મૃત્યુઆંક વધીને 6 પર પહોંચ્યો

અમેરિકા (america)ની વૌકેશા કાઉન્ટી (waukesha county)માં ક્રિસમસ પરેડ અકસ્માત (christmas parade accident)માં મૃત્યુઆંક વધીને 6 પર પહોંચી ગયો છે. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, બાળકના મૃત્યુને કારણે આ ઘટનામાં મૃત્યુઆંક વધી ગયો છે.

ક્રિસમસ પરેડ અકસ્માતમાં 8 વર્ષના જેક્સનના મોત સાથે મૃત્યુઆંક વધીને 6 પર પહોંચ્યો
ક્રિસમસ પરેડ અકસ્માતમાં 8 વર્ષના જેક્સનના મોત સાથે મૃત્યુઆંક વધીને 6 પર પહોંચ્યો
author img

By

Published : Nov 24, 2021, 3:52 PM IST

  • ક્રિસમસ પરેડ દરમિયાન SUV ભીડમાં ઘૂસી ગઈ હતી
  • આ ઘટનામાં 62 જેટલા લોકો ઘાયલ થયા છે
  • 8 વર્ષનો જેક્સન પણ ભાઈ સાથે ક્રિસમસ પરેડમાં સામેલ થયો હતો

વૌકેશા: અમેરિકાની વૌકેશા કાઉન્ટી (waukesha county)માં ક્રિસમસ પરેડ (christmas parade accident) દરમિયાન એક SUV ભીડમાં ઘૂસી જતાં એક બાળકનું મોત થતાં મૃત્યુઆંક (mortality) વધીને 6 થયો છે. આ ઘટનામાં 62 લોકો ઘાયલ થયા છે. વિસ્કોન્સિન પ્રોસીક્યુટર્સે (wisconsin prosecutor ) શંકાસ્પદ હુમલાખોર પર ઈરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો આરોપ મૂક્યો છે.

આરોપી દોષી સાબિત થશે તો આજીવન કેદની સજા થઈ શકે છે

ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, એક બાળકના મૃત્યુ સાથે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 6 થયો છે. હુમલાખોર સામે વધુ આરોપો ઘડવાના બાકી છે. ડેરેલ બ્રૂક્સ જુનિયર (darrell brooks jr) પર મિલવૌકીના પેટાનગર વૌકેશા (waukesha)માં રવિવારની ઘટનામાં હત્યાના 5 ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જો તે દોષિત સાબિત થશે તો તેને ફરજિયાત આજીવન કેદની સજા (life imprisonment) થઈ શકે છે.

જેક્સન પોતાના ભાઈ સાથે પરેડમાં સામેલ થયો હતો

'ગો ફંડ મી' (go fund me) પેજ પ્રમાણે 8 વર્ષના જેક્સન સ્પાર્ક્સ (jackson sparks )નું મંગળવારના મોત થઈ ગયું. તે પોતાના ભાઈ સાથે પરેડમાં સામેલ થયો હતો. જેક્સનનો ભાઈ હજુ પણ હૉસ્પિટલમાં ભરતી છે. અકસ્માતમાં માર્યા ગયેલા અન્ય 5 લોકો પુખ્ત હતા. પેજની આયોજક એલિસા અલ્બ્રોએ લખ્યું કે, આજે બપોરે આપણા પ્રિય જેક્સનનું અવસાન થયું છે.

વિડીયોમાં SUV ભીડ પર ફરી વળતી જોવા મળી

ઉલ્લેખનીય છે કે, બ્રૂક્સ મંગળવારના અદાલતમાં હાજર થયો હતો. શહેરમાં ક્રિસમસ પરેડને લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી રહેલા વિડીયો અને લોકો દ્વારા બનાવવામાં આવેલા વિડીયોમાં એક SUV પરેડ સાથે ચાલતા અને પછી ભીડમાં ઘૂસતા જોવા મળી હતી. ઘટનામાં ઘાયલ અનેક લોકોની હાલત હજુ પણ ગંભીર છે.

આ પણ વાંચો: લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ: ચીન, રશિયા અને તુર્કી બાઇડનની યાદીમાંથી ગાયબ

આ પણ વાંચો: ઇઝરાયેલ દ્વારા 5થી 11 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ કરાયું શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.