ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોના એક મોટી મહામારી સાબિત થઈ છે. અમેરિકાનું ન્યૂયોર્ક શહેર કોરોના વાઇરસનું કેન્દ્ર બન્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે 783 લોકોનાં મોત થયાં છે. આ અંગે એન્ડ્ર્યુ કુમોએ શનિવારે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, ન્યૂયોર્કમાં કોરોનાને કારણે થતાં મોત સ્થિર થઈ રહ્યાં છે, પરંતુ મૃત્યુદર હજુ પણ ભયાવક છે. આ અંગે વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, ગઈકાલે 783 લોકોનાં મોત થયા હતા.
ન્યૂયોર્કમાં 9 એપ્રિલના રોજ 777 લોકોનાં મોત થયાં હતાં. જેના એક દિવસ પહેલા જ 789 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 8,627 લોકોનાં મોત થયાં છે. હાલમાં લગભગ 2 લાખ લોકો ચેપગ્રસ્ત છે. ઇટાલી, અમેરિકા, ફ્રાન્સ, સ્પેન, યુનાઇટેડ કિંગડમ પછી સૌથી વધુ મોત ન્યૂયોર્કમાં થયા છે.
તમને જાણાવી દઈએ કે, અમેરિકામાં કોરોનાના કહેરથી 20,577 લોકોનાં મોત થયાં છે. જો કે, હજુ પણ પાંચ લાખથી વધુ લોકો કોરોના પોઝિટિવ છે.