વૉશિંગ્ટન : અમેરિકામાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 34 હજારને પાર પહોચી છે તો 400થી વધુ લોકોના મોત નિપજ્યા છે. અમેરિકામાં પ્રત્યેક ત્રણ વ્યકિતમાંથી એકને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
કોવિડ-19ના નવા આંકડા રાખનારી વેબસાઈટ વલ્ડ્રામીટરે કહ્યું કે, કેંટુકીથી રિપબ્લિકન સાંસદ રૈડ પૉલ સહિત 33,546 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે તો મૃતકોની સંખ્યા 419 પર પહોંચી છે.
વ્હાઈટ હાઉસમાં એક સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને વોશિંગ્ટનની કોરોના વાઈરસથી પ્રભાવિત સ્થળોના રુપમાં ઓળખી કરી છે. રાષ્ટ્રપતિએ ન્યૂયોર્કમાં નેશનલ ગાર્ડની તહેનાતને પણ મંજૂરી આપી છે.
ટ્રમ્પે કહ્યું કે, સમગ્ર દેશમાં કોરોના વાઈરસથી પ્રભાવિત સ્થળો પર ઇમર્જન્સી કેન્દ્ર બનાવવાનો આદેશ આપ્યો છે. કેલિફોર્નિયાના 8 કેન્દ્રોમાં 2 હજાર બેડની સુવિધા તેમજ ન્યૂયૉર્ક અને વોશિંગ્ટન રાજ્યમાં 4 ચિકિત્સાકેન્દ્રના પ્રત્યેક કેન્દ્રમાં એક-એક હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું અમેરિકાની જનતાને આશ્વાસન આપવા માગું છું કે, આપણે આ અદ્રશ્ય દુશ્મનને સંપૂર્ણ રીતે હરાવવા માટે આપણે જે કંઇ કરી શકીએ છીએ તે કરી રહ્યા છીએ. આપણે અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં છીએ.