વૉશિંગટનઃ અમેરિકામાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. આનાથી મરનારા લોકોની સંખ્યા 1,50,000 થઇ છે. વિશ્વમાં વાઇરસના કારણે સૌથી વધુ મોત અમેરિકામાં થયાં છે.
જૉન હૉપકિન્લ વિશ્વ વિદ્યાલય અનુસાર, અમેરિકા બાદ સૌથી વધુ 88,000થી વધુ લોકોનાં મોત બ્રાઝીલમાં અને અંદાજે 46,000 લોકોનાં મોત બ્રિટનમાં થયાં છે. વિદ્યાલય અનુસાર અમેરિકામાં કોવિડ-19ના અંદાજે 44 લાખ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, આ આંકડો પણ વિશ્વમાં સૌથી વધુ છે.
મર્યાદિત તપાસ અને થોડા લક્ષણ વાળા ઘણા કેસ અંગે માહિતી નહીં મળવા પર આ કેસ નોંધાયા નથી. જેથી અમેરિકા અને સમગ્ર વિશ્વમાં સંક્રમિતોની સાચી સંખ્યા આ આંકડાથી ઘણા વધુ હોવાની આશંકા છે.