વૉશિંગ્ટનઃ અમેરિકી અધિકારીઓનું માનવું છે કે, ચીને કોરોના વાઇરસના પ્રકોપ અને બીમારીના અતિ સંક્રામક થવાની વાત એ માટે ગોપનીય રાખી જેથી તે આનાથી બહાર આવવા માટે જરૂરી ચિકિત્સીય આપૂર્તિઓને જમા કરી શકે. જાસૂસી દસ્તાવેજોમાં આ જાણકારી સામે આવી છે.
એજન્સીને મળેલી ગૃહ સુરક્ષા મંત્રાલયના ચાર પાનાવાળા દસ્તાવેજ અનુસાર ચીનના નેતાઓએ જાન્યુઆરીની શરૂઆતમાં દુનિયાથી વૈશ્વિક મહામારીની ગંભીરતા જાણીજોઇને છૂપાવી છે. આ દસ્તાવેજો પર એક મેની તારીખ આંકવામાં આવી હતી.
આ ખુલાસો એ સમયે થયો છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન સતત ચીનની આલોચના કરી રહ્યું છે. વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ રવિવારે કહ્યું કે, બીમારીના ફેલાવા માટે ચીન જવાબદાર છે અને તે માટે તેને જવાબદાર ગણાવમાં આવે.
ચીનની આકરી ટીકા કરવાની સાથે જ પ્રશાસનના આલોચક સરકાર પર પણ પ્રશ્નો ઉઠાવી રહી છે અને કહ્યું કે, વાઇરસની સામે સરકારની પ્રતિક્રિયા અપર્યાપ્ત અને ધીમી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય પ્રતિદ્વંદ્વિઓએ રાષ્ટ્રપતિ અને તેમના પ્રશાસન પર આરોપ લગાવ્યો છે કે, તે પોતાની ટીકાને બીજી દિશા તરફ વાળવા માટે ચીન પર દોષ ઠાલવી રહ્યા છે, જે એક ભૂ-રાજકીય દુશ્મન તો છે, પરંતુ અમેરિકાનો અહમ વેપારી ભાગીદાર પણ છે.
વધુમાં જણાવવામાં આવ્યું કે, ચીન કોરોના વાઇરસની તીવ્રતાને ઓછી ગણતરી કરવાનું ચાલુ રાખ્યું છે અને આ સમય દરમિયાન તેણે નિકાસ ઘટાડતા તબીબી પુરવઠાની આયાતમાં વધારો કર્યો છે.
આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ચીને લગભગ આખા જાન્યુઆરી વિશ્વ સ્વાસ્થય સંગઠનને આ સૂચના આપી ન હતી કે, કોરોના વાઇરસ સંક્રામક છે. જેથી તે વિદેશોથી ચિકિત્સા સામગ્રીઓ મંગાવી શકે અને આ દરમિયાન ફેસ માસ્ક, સર્જિકલ ગાઉન અને દસ્તાવેજોની તેની આયાતમાં તેજીથી વધારો થયો હતો.
રિપોર્ટ અનુસાર આ પરિણામ 95 ટકા સંભાવના પર આધારિત છે કે, આયાત અને નિકાસ નીતિમાં ચીનના ફેરફાર સામાન્ય ન હતા.