ETV Bharat / international

COVID-19 માટે DNA રસી શોધવાની કેનેડાના સંશોધકોનો પ્રયાસ - કેનેડાની આલ્બર્ટા યુનિવર્સિટી

COVID-19 બીમારી માટે જવાબદાર SARS-CoV-2 નામના વાયરસ સામે અસરકારક સાબિત થાય તેવી DNA રસી શોધવા માટે કેનેડાના સંશોધકો પ્રયાસ કરી રહ્યા છે. કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઇ ગયો છે અને તેનો ચેપ લાગ્યો હોય તેવા લોકોની સંખ્યા 5,00,000થી પણ વધી ગઈ છે. તેના કારણે વૈશ્વિક મંદીનું જોખમ પણ ઊભું થયું છે.

COVID-19 માટે DNA રસી શોધવાની કેનેડાના સંશોધકોનો પ્રયાસ

author img

By

Published : Mar 29, 2020, 8:57 PM IST

કેનેડાની આલ્બર્ટા યુનિવર્સિટીના સંશોધકોની આગેવાનીમાં ચાલતી એન્ટોસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના સંશોધકો સારવાર માટેના નવા કમ્પાઉન્ડ્સ વિકસાવવા કોશિશ કરી રહ્યા છે. આ બાયોટેક્નોલૉજી કંપનીનું પોતાની માલિકીનું ડ્રગ ડિલિવરી પ્લેટફોર્મ છે. તેનો ઉપયોગ કરીને કોરોના વાયરસ સામેની રસીનું ઉત્પાદન શરૂ કર્યું છે.

"હાલમાં એવી તાકિદની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આપણે બે મહિનામાં જ લીડ કેન્ડિડેટ વેક્સીન શોધી શકીએ છીએ. એક વાર આવી રસી બની જાય તે પછી તેને ઝડપથી ક્લિનિકલ ટ્રાયલ માટે મોકલવી પડે," એમ એન્ટોસના સીઈઓ અને આલ્બર્ટા યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન લેવીસ જણાવે છે. તેમનું કહેવું છે કે પરંપરાગત રસીની જગ્યાએ DNA આધારિત રસીના ઘણા ફાયદા છે.
દર્દીના કોષમાં જ સીધું ન્યુક્લિક એસીડ દાખલ કરવામાં આવે છે, જેથી તે ભરમાઇ જાય અને પોતાની રીતે જ વાઇરસના અંશો બનાવવા લાગે. તેના કારણે પ્રતિકારકશક્તિ પણ ભરમાઇ જાય અને વાયરસ પૂર્ણપણે શરીરમાં વિકસેલા ના હોય તો પણ તેનો સામનો કરવા માટેની કોશિશમાં લાગી જાય, એમ સંશોધકો જણાવે છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે આ પદ્ધતિએ સંશોધન કરવાથી મોટા પાયે ઉત્પાદન કરવાનું કામ સહેલું બની શકે છે. રસીની સ્ટેબિલિટી વધે છે અને ચેપી એજન્ટની જરૂર વિના પણ કામ કરતી થઈ શકે છે.

COVID-19 બીમારી માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી, ત્યારે વિશ્વભરમાં સંશોધકો આ જ રીતે કામ કરીને ઝડપથી રસી શોધવા માટેના કામે લાગ્યા છે. અમેરિકાની મોર્ડન ઇન્ક. કંપનીએ પણ DNA આધારીત રસી તૈયાર કરી છે, જેની ક્લિનિકલ ટ્રાયલ 13 માર્ચથી શરૂ થઈ છે.

આ પદ્ધતિએ કામ કરવાથી સ્વંયસેવક તરીકે જે મનુષ્ય તૈયાર થયા હોય તેમના શરીરમાં એન્ટીબોડીઝ તૈયાર છે. કોરોના વાયરસની સપાટી પર આવેલા ચોક્કસ પ્રોટીનને કારણે તે મનુષ્યના કોષમાં પ્રવેશી શકે છે. તે પ્રોટીનનો નાશ કરવા માટે આ એન્ટીબોડીઝ કામ આવી શકે છે. એન્ડીબોડીઝથી ચેપ લાગવાનું અટકાવી શકાશે તેવી આશા છે. આ એપ્રોચ માત્ર COVID-19 સામે જ ઉપયોગમાં લેવા માટે છે, એમ લેવીસે જણાવ્યું હતું.

કંપની પ્લાઝમીડ DNAનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારવા માગે છે. કોરોના વાયરસની સપાટી અને તેના પરના સ્ટ્રક્ચરલ પ્રોટીનનું ઉત્પાદન આ રીતે દરેક ઇન્જેક્શન સાથે વધારે પ્રમાણમાં થાય તેવી કોશિશ થઈ રહી છે,

"SARS અને MERS સહિતના બધા કોરોના વાયરસમાં રહેલા ઘણા સ્ટ્રક્ચરલ પ્રોટીન બહુ સારી રીતે સચવાયેલા છે," એમ લેવીસ કહે છે.
"મોટા ભાગના કોરોના વાયરસમાં સમાન રીતે જોવા મળતા સ્ટ્રક્ચરલ પ્રોટીનને આપણે વધારી શકીએ તો તેના કારણે હાલના COVID-19 સામે અસરકારક સાબિત થઈ શકે તેવી આશા છે. સાથે જ ભૂતકાળના અને ભવિષ્યના કોરોના વાયરસ સામે પણ રક્ષણ મળવાની શક્યતા રહેલી છે," એમ લેવીસે વધુમાં જણાવ્યું હતું.

પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે કંપનીએ ફેડરલ અને પ્રાંત સરકારો પાસેથી નાણાકીય સહાયની માગણી કરી છે.
"મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવવાની તક આપણી પાસે છે અને મને લાગે છે કે આપણા અને સરકાર પર જ છે ઉકેલ લાવીએ," એમ લેવીસે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.