હૈદરાબાદઃ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુુખ બાલસોનારો કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની સત્તાવાર માહિતી સાંપડી છે.
રાજધાની બ્રાઝિલિયામાં માસ્ક પહેરીને અને પત્રકાર પરિષદને સંબોધન દરમિયાન તેમણે પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.
બોલસોનારોએ જણાવ્યું હતું કે, "હું સ્વસ્થ છું. મને અહીં આંટો મારવાની પણ ઇચ્છા છે. પરંતુ તબીબોની ભલામણોને કારણે હું તે નહીં કરી શકું"
તેઓ મોટા ભાગે સમર્થકો સાથે ટોળામાં તેમના સમર્થકો સાથે હાથ મિલાવે છે. તેમજ માસ્ક વગર જ ટોળા વચ્ચે જાહેરમાં દેખાતા હોય છે.