- બોઇંગની 777 મોડેલ વિમાનની હવાઈ સફર રોકની ભલામણ
- આ અઠવાડિયે એક વિમાનના એન્જિનનો એક ભાગ તૂટી પડતાં ડેનવરની ઉપર પડી ગયો હતો
- 231 પ્રવાસીઓ અને વિમાનના ક્રૂ સભ્યોમાંથી કોઈને ઇજા પહોંચી નહોતી
શિકાગો (અમેરિકા): બોઇંગે તમામ એરલાઇન્સને તેના 777 મોડેલ વિમાનની હવાઈ સફર પર રોક લગાવવાની ભલામણ કરી છે. તે વિમાનોમાં પ્રૈટ અને વ્હિટની PW4000 ના એન્જિનો લગાવવામાં આવ્યું છે એટલે તેવું કહેવામાં આવ્યું છે.
આ અઠવાડિયે થયો હતો અકસ્માત
આ અઠવાડિયામાં, યુનાઇટેડ એરલાઇન્સના કાફલામાં એક વિમાનના એન્જિનનો એક ભાગ તૂટી પડ્યો અને ડેનવરની ઉપર પડી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 231 પ્રવાસીઓ અને વિમાનના ક્રૂ સભ્યોમાંથી કોઈને ઇજા પહોંચી નથી અને તે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. શનિવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, એન્જિન સંપૂર્ણપણે આગની ઝપેટ આવી ગયું હતું.
અકસ્માતમાં ફેન બ્લેડ તુટી ગઈ હતી
યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું છે કે, એન્જિનના બે ફેન બ્લેડ તુટી ગઈ છે અને બાકીના ફેન બ્લેડને નુકસાન થયું. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, જે બન્યું એનું તારણ કાઢવું બહુ જલ્દબાજી ભર્યું કામ છે. બોઇંગે જણાવ્યું હતું કે પ્રૈટ અને વ્હિટની 4000-112 એન્જિનવાળા 69 બોઇંગ કાર્યરત છે જ્યારે 59 સ્ટોર્સમાં છે.