ETV Bharat / international

બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડા 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લેશે - બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં જેનું નામ આવે છે તેવા બિલ ગેટ્સ તેમનાં પત્ની મેલિન્ડાથી છૂટાછેડા લેશે. 27 વર્ષના લગ્નજીવન બાદ તેમણે છૂટાછેડાની જાહેરાત કરી હતી. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાએ મળીને આ નિર્ણય કર્યો હતો.

બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડા 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લેશે

author img

By

Published : May 4, 2021, 11:35 AM IST

  • બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાએ છૂટાછેડાની કરી જાહેરાત
  • હવે આગળ અમારે બન્નેએ સાથે રહેવું અઘરું પડશેઃ બિલ ગેટ્સ
  • અમે બન્ને છૂટાછેડા લઈ નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએઃ ગેટ્સ

સિઅટલ (અમેરિકા): માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાએ જાહેર કરેલા એક નિર્ણયથી તમામ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. આ બન્નેએ લગ્નના 27 વર્ષ પછી એક બીજાથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. બિલ ગેટ્સ અને મેલિન્ડાએ જણાવ્યું હતું કે, ઘણી વાતચીત અને સંબંધ પર કામ કર્યા પછી અમે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 27 વર્ષમાં અમે ત્રણ બાળકોને ઉછેરીને મોટા કર્યા છે. આ સાથે જ અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, જે વિશ્વમાં લોકોના આરોગ્ય અને સારા જીવન માટે કામ કરે છે. અમે આ મિશન માટે હજી પણ એવો જ વિચાર રાખીશું અને સાથે કામ કરીશું. જોકે, અમને લાગે છે કે, હવે અમે જીવનના આગામી સમયમાં એક સાથે નહીં રહી શકીએ. અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેવામાં લોકો પાસેથી અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઈવસીની અપેક્ષા છે.

બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાએ છૂટાછેડાની કરી જાહેરાત

આ પણ વાંચોઃ અમદાવાદ: પિતાએ ઉશ્કેરણી કરતા દીકરીને જમાઈ અને સાસરિયાઓએ મારમાર્યો

માઈક્રોસોફ્ટના કાર પાર્કિંગમાં બિલ ગેટ્સે મેલિન્ડાને બહાર ફરવા પૂછ્યું હતું

આપને જણાવી દઈએ કે, બિલ ગેટ્સ અને મેલિન્ડાની મુલાકા વર્ષ 1987માં ન્યૂ યોર્કમાં એક્સપો-ટ્રેડ મેળામાં થઈ હતી. તે વખતે બંને વચ્ચે વાતચીત થઈ હતી. માઈક્રોસોફ્ટના કાર પાર્કિંગમાં બિલ ગેટ્સે મેલિન્ડાને બહાર ફરવા માટે પૂછ્યું હતું. જોકે, મેલિન્ડાએ આ પ્રપોઝલનો ઈનકાર કર્યો હતો. મેલિન્ડાએ કહ્યું હતું કે, સમય આવતા મારાથી આ વાત કરજો

આ પણ વાંચોઃ જામનગરમાં યુવકના છૂટાછેડા થતા ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

વર્ષ 1994માં બન્નેએ લગ્ન કર્યા હતા

જોકે, આ તમામની વચ્ચે પણ બિલ ગેટ્સે હાર નહતી માની. ધીમે ધીમે બન્નેની વાત આગળ વધી હતી. ત્યારબાદ વર્ષ 1993માં બન્નેએ સગાઈ કરી લીધી હતી અને વર્ષ 1994માં લગ્ન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.