- અમેરીકા અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરીકોને બહાર કાઢવા માટે કટીબંદ્ઘ
- 14 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી 25,100 નાગરિકોને બહાર કાઢ્યા
- આંતકવાદી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે : બાઈડેન
વોશ્ગિંટન : અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે કહ્યું કે તેઓ ઓગસ્ટની સમય સીમા બાબતે અફઘાનિસ્તાનમાં નિકાશી મિશનની બાબતે પોતાના સેનાના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અમેરીકી સરકાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાક કાઢવા માટે કટીબદ્ધ છે.
આંતકવાદી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે
યુદ્ધથી પરાજીત અફઘાનિસ્તાનમાં મોટી માત્રામાં નિરાસી પ્રયાસોની વચ્ચે વ્હાઈટ હાઉસના એક સંબોધનમાં ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, " મારી અને સેના વચ્ચે નિકાસી સમય વધારવા વિશે વાતચીત ચાલી રહી છેં, જો કે તેમણે આશા વ્યક્ત કરી છે હતી કે બની શકે છે કે વધારવાની જરુર ન પડે. પણ એમણે સમયની અંદર પ્રક્રિયા પુરી થવા પર ચિંતા પણ વ્યક્ત કરી. બાઈડેને કહ્યું કે ," આપણે જાણીએ છે કે આતંકવાદીઓ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે અને નિર્દોષ અફઘાનિ અને અમેરીકી સૈનિકોને નિશાનો બનાવી શકે છે.
આ પણ વાંચો : બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર Caste Census અંગે આજે PM Modi સાથે બેઠક કરશે
હું કોઈના પર વિશ્વાસ નથી કરી શક્તો : બાઈડેન
તાલિબાનના વિશે પૂછેલા એક પ્રશ્નનના જવાબમાં અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, " હું કોઈના પર પણ વિશ્વાસ નથી કરી શકતો. હું તમને પ્રેમ કરૂ છું પણ એવા કેટલાક લોકો છે જેમના પર હું વિશ્વાસ નથી કરી શકતો. તેમણે કહ્યું કે' " અમે ISIS ના રૂપમાં અફઘાન સહયોગી અન્ય ખતરાઓ પર નજર અને તેની રોક પર સતત સતર્કતા વર્તી રહ્યા છે. પાછલા સપ્તાહમાં તાલિબાનના કાબુલ પર કબ્જા બાદ અમેરીકીઓ અને તેના અફઘાન સહયોગીઓને દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયામાં તેજી કરી હતી.
આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીપીટર પરિણામ જાહેર : 1,30,388 વિદ્યાર્થીઓ પૈકી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ પાસ
કાબુલ એરપોર્ટ પર સુરક્ષા ક્ષેત્ર વધારવામાં આવ્યો
બાઈડેને જાણકારી આપી હતી કે , અમેરીકાએ કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આજુબાજુ સુરક્ષિત ક્ષેત્ર વધારી દિધુ છે. પ્રેસવાર્તામાં તેમણે કહ્યું કે," અમે ઘણા બદલાવ કર્યા છે, જેમાં એરપોર્ટ અને સુરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર સામેલ છે. આ પહેલા શુક્રવારે બાઈડને બધા અમેરીકી અને સહયોગીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાનું આશ્વાસન આપ્યું હતું. સાથે બાઈડને એ પણ ક્હ્યું હતું કે," કાબુલને ખાલી કરાવવુ એ ઈતિહાસનું સૌથી મોટું અને સૌથી કઠિન એરલિફ્ટમાંથી એક છે. અમેરીકી સેનાએ 14 ઓગસ્ટથી અત્યાર સુધી લગભગ 25,100 લોકોને અને જૂલાઈના અંત સુધી 30,000 લોકોન્ નિકાળ્યા હતા.