ETV Bharat / international

Joe Biden: બાઈડને પેનસિલ્વેનીયા યુનિવર્સિટીના પ્રમુખને જર્મનીના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા - વોશિંગ્ટન ડેઈલી અપડેટ્સ

બાઈડને (Joe Biden) યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનીયાના પ્રમુખ, એમી ગુટમેનને જર્મનીમાં US રાજદૂત તરીકે નિયુક્ત કરી રહ્યા છે. ગુટમેન 2004થી ફિલાડેલ્ફિયામાં IV લીગ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. જ્યાં બાઈડને ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી વિદેશી નીતિ કેન્દ્રની સ્થાપના કરી હતી.

Joe Biden
Joe Biden
author img

By

Published : Jul 3, 2021, 12:18 PM IST

  • યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રમુખ એમી ગુટમેન જર્મનીમાં US એમ્બેસેડર તરીકે નિમાશે
  • 2004થી ફિલાડેલ્ફિયામાં IV લીગ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે
  • બાઈડને (Joe Biden) ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી વિદેશી નીતિ કેન્દ્રની સ્થાપના કરી

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) શુક્રવારે જાહેરાત કરી કે, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રમુખ એમી ગુટમેનને જર્મનીમાં US એમ્બેસેડર તરીકે નિમાશે. ગુટમેન 2004થી ફિલાડેલ્ફિયામાં IV લીગ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યાં બાઈડને ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી વિદેશી નીતિ કેન્દ્રની સ્થાપના કરી.

એમી ગુટમેન સાત દેશોના ગ્રુપમાં નામાંકિત થનારી અમેરિકાની પહેલી રાજદૂત

તે સાત દેશોના ગ્રુપમાં નામાંકિત થનારી અમેરિકાની પહેલી રાજદૂત હશે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના વ્હાઇટ હાઉસ પ્રવાસના બે અઠવાડિયા પહેલા જ તેણીના નામાંકનની ઘોષણા કરવામાં આવી છે. જો સેનેટમાં તેના નામની પુષ્ટિ થાય છે તો તે સપ્ટેમ્બરમાં જર્મનીની સંસદીય ચૂંટણી બાદ કાર્યાલય પર જશે.

આ પણ વાંચો: યુ.એસ પ્રેસિડન્ટ જો બાઈડન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ રિવિલિનનું કરશે સ્વાગત : વ્હાઈટ હાઉસ

તમામ ઉમેદવારીપત્રો પદ સંભાળતાં પહેલાં સેનેટ પુષ્ટિની જરૂર રહેશે

વ્હાઇટ હાઉસે એ પણ ઘોષણા કરી છે કે, બાઈડન એશિયન વિકાસ બેંકમાં રાજદૂત તરીકે સેવા આપવા માટે ચેન્ટેલ વોંગને નોમિનેટ કરે છે. જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બિલ ક્લિન્ટન અને બરાક ઓબામાના વહીવટમાં તેમણે સેવા આપી છે. કોસોવોના રાજદૂત તરીકે વિદેશી સેવાના વરિષ્ઠ અધિકારી જેફરી હોવનેરિયર અને વરિષ્ઠ અધિકારી વર્જિનિયા પાલ્મરને ઘાનાના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારીપત્રો પદ સંભાળતાં પહેલાં સેનેટ પુષ્ટિની જરૂર રહેશે.

આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન બ્રિટનના આઠ દિવસીય પ્રવાસે જવા રવાના, જી-7 સંમેલનમાં લેશે ભાગ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.