- વોન્ટેડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ મામલો
- બાઇડન સરકારે ભારતને આપ્યું સમર્થન
- આરોપી ભારતને સોંપવા અમેરિકન કોર્ટને કરી અપીલ
વોશિંગટન: બાઇડન સરકારે અમેરિકાની એક કોર્ટને પાકિસ્તાની મૂળના કેનેડાના વેપારી તહવ્વુર રાણાને ભારતને સોંપાવાની અરજીને મંજૂર કરવાનો આગ્રહ કર્યો છે. આપને જણાવી દઇએ કે રાણા 2008 મુંબઇ આતંકી હુમલા કેસનો આરોપી છે. ભારતે અમેરિકાને તહવ્વુરને સોંપવાની માંગ કરી હતી
અમેરિકાના એસિસ્ટન્ટ એટર્ની જૉન જે લુલજિયનએ લોસ એન્જલસની એક કોર્ટને કહ્યું હતું કે 59 વર્ષના રાણા ભારતને સોંપી શકાય તે તમામ માપદંડોમાં પૂરતા ઉતરે છે. રાણા પર મુંબઇ હુમલા કેસ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં 4 ફેબ્રુઆરીએ રાણાના વકીલે તેને ભારતને સોંપવાનો વિરોધ કર્યો હતો.
વધુ વાંચો: મુંબઈ 26/11 હુમલાના ષડ્યંત્રનો આરોપી તહવ્વુર રાણાની ફરીવાર ધરપકડ કરાઈ
લુલજિયનએ સોમવારે 61 પાનાની યાચિકા દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં અમેરિકી જિલ્લા કોર્ટે 22 એપ્રિલે રાણાને ભારતને સોંપવા અંગે ચુકાદો આપશે. લુલજિયનએ જણાવ્યું હતું કે અમેરિકા સન્માનપૂર્વક અનુરોધ કરે છે કે 22 એપ્રિલ, 2021એ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ મામલે સુનવણી બાદ ભારતના અનુરોધને પ્રમાણિત કરવામાં આવે.
વધુ વાંચો: અમેરિકા નવા એજન્ડાના માર્ગ પર