- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુદ્ધ વિરામ માટે સમર્થન આપ્યું
- અન્ય ભાગીદારો સાથે USની જોડાણ અંગે ચર્ચા કરી
- બાઈડને નિર્દોષોના સંરક્ષણની ખાતરી કરવા પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કર્યા
વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેના કોલમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે સમર્થન આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ યુદ્ધ વિરામ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યુ
રાષ્ટ્રપતિએ યુદ્ધ વિરામ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યુ અને ઇજિપ્ત અને અન્ય ભાગીદારો સાથે USની જોડાણ અંગે ચર્ચા કરી. વ્હાઇટ હાઉસ દ્વારા ફોન પરની વાતચીત અંગે જણાવવામાં આવ્યું હતું. બાઈડને ઇઝરાયલને નિર્દોષ નાગરિકોના સંરક્ષણની ખાતરી કરવા માટે તમામ પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કર્યા.
આ પણ વાંચો: Exclusive : ઇઝરાયલમાં ગુજરાતના 6 હજાર નાગરિકો મુદ્દે રાજકોટની સોનલે કહ્યું, સરકાર પર પૂરો ભરોસો
બાયડને ઇઝરાયલના અધિકાર માટે સમર્થન આપ્યું
દરમિયાન બાયડને રોકેટ હુમલાઓ સામે પોતાનો બચાવ કરવાનો ઇઝરાયલના અધિકાર માટે સમર્થન આપ્યું હતું. "બંને નેતાઓએ ગાઝામાં હમાસ અને અન્ય આતંકવાદી જૂથો વિરુદ્ધ ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીની પ્રગતિની ચર્ચા કરી હતી." US સ્ટેટ સેક્રેટરી બ્લિન્કને આ અગાઉ ઇઝરાયલના વિદેશ પ્રધાન ગાબી સહિતના તેમના પ્રાદેશિક સમકક્ષો સાથે આ મુદ્દે ફોન પર વાતચીત કરી હતી.
59 બાળકો સહિત 204 પેલેસ્ટાનીઓને અને 5 વર્ષના 10 ઇઝરાયલીઓને મોતને ઘાટ ઉતાર્યા
બાઈડન અને નેતન્યાહુ વચ્ચે સોમવારનો ફોન ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા દળો અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે હિંસા બાબતેની ચર્ચા માટે થયો હતો. બાઈડને વહીવટીતંત્રના જૂથના દબાણનો સામનો કરવો પડ્યો હતો. નાગરિક જીવન ગુમાવવાથી રોકવા તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી લોકશાહી સેનેટરોએ કરી હતી. ચાલુ સંઘર્ષ ઇઝરાયલ અને ઘેરાયેલા પેલેસ્ટિનિયન ઘેરાયેલાઓ વચ્ચે સૌથી ખરાબ હિંસા હતી. જેમાં 59 બાળકો સહિત 204 પેલેસ્ટાનીઓને અને 5 વર્ષના 10 ઇઝરાયલીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
આ પણ વાંચો: ઇઝરાયલ-યુએઈ સમજૂતીને કારણે પશ્ચિમ એશિયામાં ભારત માટે તક