- કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા
- કમલા હેરિસે તેમની ભારતીય માતા શ્યામલા ગોપલને કર્યા યાદ
- કમલા હેરિસે માતા શ્યામલા ગોપલનો માન્યો આભાર
વિલ્મિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસે કહ્યું કે મારી અહીં હાજરીનું સૌથી મોટું કારણ છે. તેમનો દીલથી આભાર માનવા માગુ છુ, તે મારી માતા શ્યામલા ગોપલાન છે. મારી માતા ભારતથી અહી આવી હતી. ત્યારે આ દિવસની કલ્પના ક્યારેય કરી નહોતી.
માતા શ્યામલા ગોપલન હેરિસનો માન્યો આભાર
કમલાએ કહ્યું, 'આજે મારી અહીંયા ઉપસ્થિતી માટે હું સૌથી વધુ જવાબદાર મહિલા મારી માતા શ્યામલા ગોપલન હેરિસની આભારી છું. તે 19 વર્ષની ઉંમરે ભારતથી આવ્યા હતા. ત્યારે તેમણે આ ક્ષણની કલ્પના પણ કરી ન હતી. પરંતુ તે અમેરિકન મૂલ્યોમાં ખૂબ ઉડાણપૂર્વક વિશ્વાસ કરતી હતી.
મહિલાઓએ કર્યો સંધર્ષ
આજની રાત તેની માતા અને તેની પેઢીની મહિલાઓ, અશ્વેત મહિલાઓ, એશિયન, સફેદ, લેટિન, મૂળ અમેરિકન મહિલાઓ વિશે વિચારી રહી છું. જે અમેરિકન ઇતિહાસમાં આ ક્ષણ માટે સતત સંઘર્ષ કર્યો છે, અને આ ક્ષણનો માર્ગ મોકળો કર્યો છે.
આ પદ પર પહોંચનારી પહેલી મહિલા, પણ છેલ્લી નહીં
હેરિસે શનિવારે જાહેરાત કરી હતી કે, તેની જીત મહિલાઓ માટે માત્ર એક શરૂઆત છે કારણ કે, તે અમેરિકન ઇતિહાસમાં આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા બની છે. વિજય રૈલીને સંબોધતાં કહ્યું, 'હું આ પદ પર પહોંચનારી પહેલી મહિલા છું, પણ હું છેલ્લી નહીં બનું. આજની રાત્રે અમને સાંભળી રહેલી દરેક નાની છોકરી જોઈ રહી છે કે આ સંભાવનાઓનો દેશ છે. '
માતા શ્યામલા ગોપલનના ગામ તમિલનાડુના તિરુવરમાં ઉજવણી
કમલા હેરિસની જીત પછી તમિલનાડુના તિરુવર જિલ્લાના થુલેસેન્દ્રપુરમ ગામમાં ઉત્સવનું વાતાવરણ છે. કમલા હેરિસની માતા શ્યામલા ગોપલન આ ગામની રહેવાસી હતી. ગામલોકોએ ખુશી વ્યક્ત કરી એકબીજાને શુભેચ્છા પાઠવી, ફટાકડા ફોડી તેમને મીઠાઇ ખવડાવી હતી.