હૈદરાબાદ: એક સમયે જ્યારે વિશ્વ કોરોના વાઇરસ સંકટથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે અમેરિકન લંગ એસોસિએશને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કો (યુસીએસએફ) સાથે મળીને નવું COVID-19 નાગરિક વિજ્ઞાન (સીસીએસ) સ્માર્ટફોન આધારિત અભ્યાસ કર્યો. પુખ્ત વયના લોકોને ડેટા સંગ્રહમાં જોડાવવા માટે ભાગીદારીની ઘોષણા કરી છે.
કોરોના વાયરસનો ફેલાવો વ્યક્તિઓ અને પ્રદેશોમાં જુદો છે, અને તે વ્યક્તિઓ અને વસ્તીને કેવી રીતે અસર કરે છે તે સારી રીતે સમજી શકાયું નથી.આ અંતર્ગત, સીસીએસના સહભાગીઓ દ્વારા એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવેલા વાઇરસ વિશેની માહીતી દ્વારા સંશોધનકારો જાણવામાં મદદ મળશે કે આ વાઇરસનો કેવી રીતે ફેલાવ થઇ રહ્યું છે.. તેમજ તેના ચેપની સંખ્યા ઘટાડવામાં અને ચેપના માર્ગોને સમજવામાં મદદ મળશે.
અમેરિકન લંગ એસોસિએશનના પ્રમુખ અને સીઈઓ, હેરોલ્ડ વિમરએ કહ્યું કે કોવિડ -19 સિટિઝન સાઇન્સ અભ્યાસ સંખ્યામાં શક્તિનો ઉપયોગ કરીને સંશોધનને આગલા સ્તર પર લઈ જાય છે.વિમરે કહ્યું, "અમારી સંસ્થા પાસે મોટા પાયે સમયસર અને સંબંધિત સંશોધન છે. અમે આ પ્રોજેક્ટમાં ફાળો આપવા માટે રોમાંચિત છીએ, અમે વધુ સહભાગીઓને નોંધણી કરવામાં સહાય કરી રહ્યા છીએ. જેથી આપણે ચાલી રહેલા COVID-19 મહામારીને રોકવા માટે જરૂરી મૂલ્યવાન ડેટા એકત્રિત કરી શકીએ.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, લંગ એસોસિએશને તેની COVID-19એક્શન ઇનિશિએટિવની જાહેરાત કરી હતી, જેમાં COVID-19 અને અન્ય વાઇરસનો અભ્યાસ કરવા માટે 250 મિલિયન ડોલરની રકમની જાહેરાત કરી હતી.