કેલિફોર્નિયા: મૂળ ભારતીય અમેરિકન નાગરિકોએ કેલિફોર્નિયામાં એક પોલિટીકલ એક્શન કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટી અમેરિકામાં સોશ્યલ મીડિયા થકી પ્રચાર કરીને ભારતિય સમુદાવ વચ્ચે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે. યોગી પટેલે અને પરીમલ શાહ આ કમિટીના ડિરેક્ટર્સ છે. પૂરજોશમાં ચાલી રહેલા પ્રચારમાં આ કમિટીના ડિરેક્ટર યોગી પટેલે જણાવ્યું કે, "છેલ્લા ચાર વર્ષોમાં ડોનાલ્ડ ટ્રમ્પ મજબૂત અને ગૌરવશાળી નિર્ણયો લઈ અમેરિકાને અસાધારણ અવિશ્વસનીય પ્રગતિ આપી છે. અમે આશાવંત છીએ કે છે તેમના નેતૃત્વમાં અમેરિકા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે. અમેરિકા બાબતે ટ્રમ્પ ની નીતિ સ્પષ્ટ અને "અમેરિકા ફર્સ્ટ" વિઝનને વાસ્તવિક બનાવશે. અમેરિકાને ઉત્પાદનના વિશ્વના સુપરપાવર હબ બનાવવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઉત્પાદન કરતી કંપનીઓને ટેક્સ ક્રેડિટ આપવા અંગેની જાહેરાતથી ચીનમાં ખસી ગયેલા અનેક રોજગારને પાછી લાવી શકાશે અને લાખો અમેરિકી નાગરિકોને રોજગારી મળશે અને ટ્રમ્પ શાસન ના બીજા કાર્યકાળમાં માત્ર દસ મહિનાઓમાં જ એક કરોડ નોકરીઓ ઊભી કરવાનું આપેલ વચન તેઓને વિજયી બનાવશે."
અમેરિકામાં વસતા ભારતિય સમુદાયના એક મોટા સમુહનું પ્રતિનિધિત્વ કરી રહેલી આ કમિટી વૈશ્વિક સ્તરે ઉઠેલા મુદ્દાઓ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પોલિટિકલ એક્શન કમિટીના ડિરેક્ટર પરિમલ શાહે જણાવ્યું હતું કે "ગત ચાર દાયકામાં અમેરિકા ની વિદેશ નીતિ હોય કે ઘરેલુ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા સંબંધે હંમેશા જો બાઇડન ખોટા પક્ષ સાથે જ ઊભા રહ્યા છે, તેમણે 1991ના ખાડી યુદ્ધ વિરુદ્ધ વોટ કર્યો હતો. 2013માં તેમણે ઇરાકના હુમલાના સમર્થનમાં વોટ કર્યા બાદ ઇરાકમાં અમેરિકાની દખલગીરીના પ્રમુખ ટીકાકાર પણ બન્યા હતા. આ ઉપરાંત અમેરિકાના કમાન્ડોએ જે હુમલામાં અમેરિકાના સૌથી મોટા દુશ્મન વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં મારી નાખ્યો હતો ત્યારે જો બાઇડને ઓબામાને આ હુમલો ન કરવાની સલાહ આપી હતી. બાઈડન સબળ નિર્ણયો લેવામાં ડરપોક અને મધ્યમમાર્ગી હોઈ હાલની વૈશ્વિક સમસ્યા બની ચૂકેલ ઇસ્લામિક આતંકવાદ અને ચીન ટ્રેડ વોર તેમજ વિશ્વ યુદ્ધ જેવી પરીસ્થિતિમાં અમેરિકાને નિર્ણાયક નેતૃત્વ આપવામાં નિષ્ફળ રહેશે. ભારતીયો ટ્રમ્પ શાસનને જ પોતાનો વોટ આપશે."
આ અંગે હતું વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ના શાસન અંગે પોલિટીકલ એક્શન કમિટીના ડિરેક્ટર અને લેબોન ગ્રુપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું કે, ભારતીયો ટ્રમ્પ ના શાસનમાં વધુ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. ટ્રમ્પ ની વૈશ્વિક રાજકીય ગતિવિધિ ઉપર સખ્ત પકડ છે. ટ્રમ્પ ની આક્રમક વિદેશ નીતિ અને અમેરિકા ફર્સ્ટ નું વિઝન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી ઇમેજ ભારતીયોમાં ઉભી કરે છે. ચીન અને પાકિસ્તાનની છીછરી રાજનીતિ અને પ્રપંચી નીતિરીતિ સામે અમેરિકન પ્રમુખ નિર્ણાયક સખ્તાઈથી વર્તે છે. કોરોના કાળમાં અમેરિકનોને ડર વિના લડતા શીખવ્યું અને ઘરે ઘરે ટેસ્ટ કરાવી કોરોનાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. બેરોજગારી અને ધંધાકીય મંદીની ઝપટમાં આવેલા યુવાનો અને ધંધાર્થીઓ યોજના બદ્ધ મદદ પહોંચાડવામાં આવી. ભારતીયો ડેમોક્રેટ પાર્ટીના નબળા ઉમેદવારને વોટ નહિ જ આપે. અમારો નારો છે કે ઇન્ડિયન્સ ફોર ટ્રમ્પ અમે ભારતીયોમાં ટ્રમ્પ નો પ્રચાર કરીએ છીએ."
તારીખ 3 નવેમ્બર ના દિવસે યોજાનારી ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ટ્રમ્પ અને બાઈડન વચ્ચે હવે પછી ની બીજી ચર્ચા આગામી 15મી ઓક્ટોબરના દિવસે યોજાશે. જો કે બાઈડને કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ કોરોનાથી સંક્રમિત હશે તો તેઓ આ ડિબેટમાં ભાગ નહી લે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડને કહ્યું કે જ્યાં સુધી ટ્રમ્પ સંપૂર્ણ સંક્રમણથી બહાર ન આવે ત્યાં સુધી તેઓ ચર્ચામાં ભાગ લેશે નહીં. તમને જણાવી દઈએ કે ટ્રમ્પના અન્ય સલાહકાર સ્ટીફન મિલર પણ કોવિડ -19 થી પ્રભાવિત થયા છે.જો બાઈડને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હશે તો પ્રેસિડેન્શિયલ ડિબેટનું આયોજન ન કરવું જોઈએ.15 ઓક્ટોબરે યોજાનારી બીજી પ્રેસડેન્સિયલ ડિબેટને લઈ ઉમેદવાર બાઈડને કહ્યું કે કોરોના સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ જયાં સુધી સંપુર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેઓ આ ચર્ચા ભાગ લેશે નહીં.આ અગાઉ બાઈડને પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વધુમાં બાઈડને કહ્યું તે આ ડિબેટને લઈ પહેલા ડોક્ટરો સાથે વાતચીત કરશે અને ડોક્ટરની સલાહ મુજબ તે નક્કી કરશે કે ડિબેટમાં ભાગ લેવો કે નહી.