- બરાક ઓબામાએ કર્યો ખુલાસો
- લાદેનને માર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ ઓબામાને શુભેચ્છા પાઠવી હતી
- પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ તે સમયે તેમની પત્નીને યાદ કર્યા હતા
નવી દિલ્હીઃ અલ કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને માર્યા બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને સંકોચ થઇ રહ્યો હતો કે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીને કેવી રીતે જાણ કરવી. કારણ એ હતું કે, અમેરિકાએ લાદેનને મારવા માટે પાકિસ્તાનના પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું હતું. બરાક ઓબામાને આશ્ચર્ય થયું, જ્યારે જરદારી આ સમાચાર જાણીને ખુશ થયા હતા. 2 સપ્ટેમ્બર 2011માં પાકિસ્તાનના એબટાબાટમાં હાથ ધરાયેલા સાહસી મિશનમાં અમેરિકી નૌસેનાના કમાન્ડોની ટીમે લાદેનને ગોળી મારી હતી.
પાકિસ્તાન સરકાર મિશનથી અજાણ હતી
પાકિસ્તાન સરકારને આ અમેરિકી મિશન વિશે અંધારામાં રાખવામાં આવી હતી. લાદેનની ગોળી મારી હત્યા કર્યા બાદ ઓબામાએ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિઓ જૉર્જ ડબલ્યૂ બુશ અને બિલ ક્લિંટનને ફોન કર્યો અને સાથે જ યૂકેના વડાપ્રધાન ડેવિડ કૈમરૂનને પણ આ મામલે જાણકારી આપી હતી. પોતાની પ્રકાશિત પુસ્તક ‘એ પ્રોમિસ લેન્ડ’માં આ ઘટના વિશે લખતા ઓબામાએ જણાવ્યું કે, મને આશા હતી કે, સૌથી કઠીન વાત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી સાથે થશે. તે નિશ્ચિત રૂપે પાકિસ્તાનના પ્રાદેશિક સાર્વભૌમત્વનો મુદ્દો ઉઠાવશે. જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે, જરદારીએ મને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, આ સારા સમાચાર છે.
સેના પ્રમુખ જનરલે તત્કાલીન અધ્યક્ષની વાત કરી હતી
પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અશફાક પરવેજ કયાનીએ પણ આ બાદ સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના તત્કાલીન અધ્યક્ષ માઇક મુલેનની વાત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ લખ્યું છે કે, તેમની વાતચીતમાં વિનમ્રતા હતી. કયાનીએ અનુરોધ કર્યો હતો કે, આપણે લાદેનની જગ્યા પરથી જલ્દી નીકળીએ.
ઓબામાએ જરદારી વિશે લખ્યું કે...
ઓબામાએ લખ્યું કે, જરદારીએ કહ્યું હતું કે, તેમની પત્ની બેનજીર ભુટ્ટોને ઉગ્રવાદીઓએ અલ કાયદાની સાથે મળી મારી નાખ્યા હતા. રાવલપિંડીમાં 27 ડિસેમ્બર 2007માં એક બોમ્બ વિસ્ફોટમાં બેનજીક ભુટ્ટોની હત્યા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, અલ કાયદા અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આ બોમ્બ વિસ્ફોટ કરાવ્યો હતો. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ એ પણ લખ્યું કે, લાદેનને માર્યા બાદ સમુદ્રમાં દફનવિધી કરવાની તૈયારી પહેલેથી જ હતી. જેથી જેહાદીઓને લાદેનની કબ્રને તીર્થ સ્થાન બનાવવાની તક ના મળે. રાષ્ટ્રપતિ ઓબામાએ વ્હાઇટ હાઉસમાં નેપચ્યૂન સ્પીયર નામનું આ ઓપરેશન પોતે જોયું હતું.