ન્યુયોર્ક: અમેરીકામાં અનેક શહેરોમાં તોફાન અને ભારે વરસાદનો પ્રકોપનો સામનો કરવો પડી રહ્યો છે. તોફાન ઇડાના કારણે અત્યાર સુધી 46 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ફક્ત ન્યુયોર્કમાં 13 લોકોના જીવ ગયા છે. ભારે વરસાદને કારણ શહેરમાં પાણી ભરાયું છે. સેકડો ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. જાણકારી મુજબ ન્યુઝર્સીમાં 23 લોકોના મૃત્યુ થયા છે. કુદરતી પ્રકોપના કારણે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશના તમામ તૈયારીઓ વિફળ ગઈ છે. ન્યુયોર્ક શહેરની પરિસ્થિતિ જોતા મેયરે શહેરમાં ઈમર્જન્સી લગાવી દીધી છે અને લોકોને અપીલ કરી છે કે લોકો પોતાના ઘરની બહાર ન નીકળે.
ન્યુયોર્કમાં 13 લોકોના મૃત્યુ
ન્યુયોર્કમાં જે 13 લોકોના મૃત્યુ થયા છે તેમાથી 11 લોકોના મૃત્યુ ઈમારતના ભોયરામાં પાણી ભરવાના કારણે થયા છે. આવી ઈમારતોમાં ઘરો સસ્તા મળી રહે છે. વેસ્ટચેસ્ટર કાઉંટીમાં 3 લોકોના મૃત્યુ થયા છે.અધિકારીએ જણાવ્યું કે, "પેન્સિલવેનિયામાં ઓછામાં ઓછા 5 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી 1નુ મૃત્યુ ઝાડ પડવાના કારણે થયું છે અને એકનુ મૃત્યુ ડુબવાના કારણે થયુ છે. મેરીલેન્ડમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.
બાઈડેનએ આપી સંભવ મદદની સાત્વના
રાષ્ટ્રપતિ જો બાઈડેને સંકટની આ ઘડીએ બધી રીતની મદદ કરવાના વાયદા કર્યા છે. તેમણે તોફાન ઇડા અને જંગલની આગથી ઘેરાયેલા પશ્વિમી રાજ્યમની પરિસ્થિતિને જલવાયુ સંકટ જણાવતા સંભવ મદદનો વાયદો કર્યો છે. બાઈડેને કહ્યું કે, " આ વિકરાળ તોફાન છે અને જલવાયુ સંકટ છે, આપણે તૈયાર રહેવુ જોઈએ. આપણે કાર્યવાહી કરવાની જરૂર છે"