તંત્ર તરફથી જાણવા મળેલી વિગતો મુજબ જોઈએ તો, આ વિસ્તારમાં માદક પદાર્થોની તસ્કરી સંબંધિત ગુનામાં સંડોવાયેલા હોવાની વિગતો આવી રહી છે.
પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમને હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે, આ હત્યાઓ શા માટે થઈ છે.
આ વિસ્તારમાં માદક પદાર્થોની તસ્કરી વિરુદ્ધ ચાલી રહેલા એક અભિયાનમાં સેનાની પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બોપને આ મૃતદેહો મળી આવ્યા હતા. આ અભિયાન દરમિયાન બે હથિયાર અને બે ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
શનિવારના રોજ બે અપરાધિક જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અગાઉ એક નવેમ્બરે અંગરા ડસ રીસમાં સેનાની પોલીસના અન્ય એક અભિયાનમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.