- અમેરીકામાં ટ્રેન અકસ્માત
- દુર્ઘટનામાં 3 લોકાના મૃત્યુ
- દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ
મોન્ટાના (યુએસએ) : યુએસમાં સિએટલ અને શિકાગો વચ્ચે કાર્યરત એક એમટ્રેક કંપનીની ટ્રેન શનિવારે બપોરે ઉત્તર-મધ્ય મોન્ટાનામાં પાટા પરથી ઉતરી ગઈ. શેરિફ કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : કંડલાના દીનદયાળ પોર્ટ પર 292 મીટર લાંબુ જહાજ લાંગર્યું
ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
એમટ્રેકના પ્રવક્તા જેસન અબ્રામ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જોપલિન નગર પાસે એમ્પાયર બિલ્ડર ટ્રેનની પાંચ ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનમાં 147 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સ હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા અને અન્ય મુસાફરોને બચાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.