ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં 3 ભારતીય ઇજનેરોને તાલિબાન નિયંત્રિત વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરાયા - કાબૂલમાં ભારતીય દૂતાવાસ

કાબૂલમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર અફઘાન સરકારી દળોના નિયંત્રણમાં ન હોય તેવા વિસ્તારમાંથી 3 ઇજનેરનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે. તેઓ એક પ્રોજેક્ટ સાઈટ પર કામ કરી રહ્યાં હતાં. જ્યાંથી ત્રણેયને તાજેતરમાં હવાઈ માર્ગે બચાવી લેવામાં આવ્યાં હતાં.

અફઘાનિસ્તાનમાં 3 ભારતીય ઇજનેરોને અફઘાન દળોના નિયંત્રણમાં ન હોય તેવા વિસ્તારમાંથી બચાવી લેવાયાં

author img

By

Published : Aug 13, 2021, 3:06 PM IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના વ્યાપક કબજાને લઇ ચિંતાનો માહોલ
  • ત્રણ ભારતીય ઇજનેરોને ડેમ સાઈટ પ્રોજેક્ટ પરથી હવાઈ માર્ગે બચાવાયાં
  • ભારતીય કંપનીઓને પોતાના કર્મચારીઓ પાછાં બોલાવી લેવા જણાવાયું છે

કાબૂલમાં સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે અફઘાન સરકારના સુરક્ષાદળોના નિયંત્રણમાં નથી તેવા વિસ્તારમાં એક પ્રોજેક્ટ સાઈટ પર કામ કરતા ત્રણ ભારતીય ઈજનેરોને તાજેતરમાં હવાઈ માર્ગે બચાવવામાં આવ્યાં હતાં. દૂતાવાસે તાજી સુરક્ષા સલાહકાર બેઠકમાં ઇજનેરોના બચાવકાર્યને ટાંક્યું હતું. અફઘાનિસ્તાનમાં વસતાં તમામ ભારતીયોને તે દેશમાં હિંસામાં વધારો થતાં તેઓને સૂચવેલા પગલાંનું કડક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે..

સલાહને માનો, અવગણો નહીં...

ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે "તાજેતરના એક કેસમાં જે સરકારી દળોના નિયંત્રણમાં ન હોય તેવા વિસ્તારમાં ડેમ પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતાં ત્રણ ભારતીય ઇજનેરોને તાત્કાલિક હવાઇ બચાવની જરૂર હતી. તે જાણવામાં આવ્યું છે કે દૂતાવાસની સલાહ મેળવનારા ભારતીય નાગરિકો તેમની સલાહને માનતા નથી અને પોતાને ભયંકર જોખમમાં મૂકવાનું ચાલુ રાખે છે. જાણવા મળ્યું છે કે ઇજનેરો તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં કામ કરી રહ્યાં હતાં. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "કાબૂલમાં ઈન્ડિયા એમ્બેસીએ ફરી એકવાર તમામ ભારતીય નાગરિકો માટે સમય -સમય પર આપવામાં આવેલા સલામતી સલાહના પગલાઓનું સંપૂર્ણ રીતે પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે."

દૂતાવાસે બહાર પાડી એડવાઈઝરી

દૂતાવાસે 29 જુલાઈ, 24 અને 10 ઓગસ્ટના રોજ અલગ એડવાઈઝરી બહાર પાડી હતી અને ત્યાં દેશમાં રહેતાં ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાંની ભલામણ કરી હતી. "ઉપરોક્ત ત્રણેય એડવાઈઝરીમાં આપવામાં આવેલી સલાહમાં સાવચેતી અને સલામતીનાં પગલાં માનવા ભારપૂર્રવક જણાવાયું છે.

હવાઈ સેવા બંધ થાય એ પહેલાં પાછાં આવો

મંગળવારે દૂતાવાસે તેની સલાહમાં અફઘાનિસ્તાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને હિંસામાં મોટાપાયે ઉછાળાને જોતાં દેશમાંથી કોમર્શિયલ હવાઈ સેવાઓ બંધ થાય તે પહેલાં તાત્કાલિક મુસાફરીની વ્યવસ્થા કરી ભારત પરત ફરવાની સલાહ આપી હતી.અફઘાનિસ્તાનમાં કાર્યરત ભારતીય કંપનીઓને ભારપૂર્વક સલાહ આપવામાં આવી છે કે દેશમાંથી હવાઈ સેવાઓ બંધ થાય તે પહેલાં તેમના ભારતીય કર્મચારીઓને પ્રોજેક્ટ સાઇટ્સમાંથી તાત્કાલિક પાછા ખેંચી લે.

પત્રકારોને પણ વધુ સલાહ જારી

તાજેતરની સલાહમાં દૂતાવાસે અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય પત્રકારોને વધારાના સુરક્ષા પગલાં લેવા માટે નવીનતમ ઘટનાઓને આવરી લેવા જણાવ્યું હતું. તાજેતરની દુ:ખદ ઘટનાએ દર્શાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકારોની સાર્વજનિક રૂપરેખા વધારાના જોખમો ધરાવે છે. ગયા મહિને કંદહારમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યાના સ્પષ્ટ સંદર્ભમાં આમ જણાવાયું હતું. "તેથી સલાહ આપવામાં આવે છે કે ભારતીય મીડિયાના સભ્યોએ અફઘાનિસ્તાનની અંદર તેમના રોકાણ અને અવરજવર માટે વધારાના સુરક્ષા પગલાં લેવા જોઈએ., જેમાં અફઘાનિસ્તાન પહોંચ્યાં પહેલા ઇન્ટરવ્યુ અને કવરેજ માટે ટાઈ અપ કરવું , પત્રકારોના રહેવા અને અવરજવર માટે સુરક્ષા વ્યવસ્થા, તેમજ સારી રીતે સ્થાપિત સુરક્ષા લોજિસ્ટિક કંપનીઓની ઓળખ કરવી જરૂરી છે.

અમેરિકાએ 1 મેથી અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચ્યાં

અમેરિકાએ 1 મેથી અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાનું શરૂ કર્યું ત્યારથી તાલિબાન વ્યાપક હિંસાનો આશરો લઈને અફઘાનિસ્તાનમાં ઝડપથી કબજો કરી રહ્યું છે. અમેિરિકા પહેલેથી જ તેના મોટાભાગના દળોને પાછું ખેંચી ચૂક્યું છે અને 31 ઓગસ્ટ સુધીમાં ડ્રોડાઉન પૂર્ણ કરવા માગે છે. ભારત અફઘાનિસ્તાનમાં થઈ રહેલા તાજેતરની ઘટનાઓ અંગે સંખ્યાબંધ લોકો અને અગ્રણી સત્તાધીશો સાથે સંપર્કમાંં છે.

આ પણ વાંચોઃ બોમ્બ બ્લાસ્ટમાં અફઘાન એરફોર્સના પાયલોટનું મોત, વાહનને નિશાન બનાવી કર્યો વિસ્ફોટ

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ તમામ માટે ચિંતાનો વિષય: તિરૂમૂર્તિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.