- ચીનના ડાલિયાનમાં કોવિડ-19 ના કેસોમાં સતત વધારો
- ચીને 1,500 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મર્યાદિત રહેવા સૂચના આપી
- બેઇજિંગમાં અન્ય પ્રાંતમાંથી આવતા લોકને એક ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે
બેઇજિંગ: ઉત્તર-પશ્ચિમ શહેર ડાલિયનમાં COVID-19 ના કેસ વધ્યા પછી ચીને લગભગ 1,500 યુનિવર્સિટીના(University of China) વિદ્યાર્થીઓને તેમની હોસ્ટેલ અને હોટલમાં મર્યાદિત રહેવા સૂચના આપી છે. ઝુઆંગે યુનિવર્સિટીમાં(Zhuang University) ચેપના અનેક મામલા સામે આવ્યા બાદ રવિવારે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. સેંકડો વિદ્યાર્થીઓને હંગામી ધોરણે હોટલોમાં રાખવામાં આવ્યા છે જેથી કરીને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય. આ વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છે અને તેમના રૂમમાં ભોજન પણ લઈ રહ્યા છે.
બેઇજિંગ પહોંચતા તમામ લોકોએ ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે
ચીને ચેપ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. લોકડાઉન(China lockdown) જ નવીનતમ ઉદાહરણ છે. તેનાથી લોકોના જીવન તેમની આજીવિકા પર ભારે અસર પડી છે.જો કે નવી માર્ગદર્શિકા હેઠળ, બુધવારથી પ્લેન, ટ્રેન, બસ અથવા કાર દ્વારા દેશના અન્ય ભાગોમાંથી બેઇજિંગ પહોંચતા તમામ લોકોએ એક ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે જે પુષ્ટિ કરે છે કે તેઓ સંક્રમિત નથી, જે ટેસ્ટ પ્રવાસના 48 કલાકની અંદર કરવામાં આવ્યો હતો.
24 કલાકમાં 25 કેસ ડાલિયાનમાં નોંધાયા
ચીનમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 98,315 કેસ નોંધાયા છે અને 4,636 લોકોના મોત થયા છે. નેશનલ હેલ્થ કમિશને સોમવારે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 32 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 25 કેસ ડાલિયાનમાં નોંધાયા છે.
આ પણ વાંચોઃ અમેરિકાને પછાડીને ચીન બન્યું દુનિયાનો સૌથી અમીર દેશ, 20 જ વર્ષમાં કરી બતાવ્યો ચમત્કાર
આ પણ વાંચોઃ કોરોનાની નવી દવા હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને મૃત્યુનું જોખમ 90 ટકા ઘટાડી શકે છે : ફાઈઝર