ETV Bharat / headlines

શ્રીગંગાનગરની ઇન્ડો-પાક બોર્ડર પર BSFએ 2 પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યા - BSF એ બે પાકિસ્તાની ઘુસણખોરોને માર્યા

શ્રીગંગાનગરના ગઝસિંહપુર બોર્ડરથી સંકળાયેલા ખ્યાલીવાળા સીમા ચોકી નજીક બે પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ ઠાર માર્યા છે અને ઘુસણખોરોની પાસેથી હથિયાર જપ્ત કર્યા છે.

BSF
BSF
author img

By

Published : Sep 9, 2020, 2:51 PM IST

શ્રીગંગાનગરઃ ભારત-પાકિસ્તાન સીમા પર પાકિસ્તાનથી ઘૂસણખોરી કરવાની તાકમાં હોય છે. આ ક્રમમાં મંગળવારે મોડી રાત્રે બે ઘૂસણખોરોએ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ BSF જવાનોએ બંનેને ઠાર માર્યા છે.

પાકિસ્તાન ભારતની સીમાઓથી ઘુસણખોરીનો પ્રયાસ કરવા માટે મોટા ભાગે ઘુસણખોરોને મોકલતા રહે છે. આ ક્રમમાં મંગળવારે મોડી રાત્રે ગજસિંહપુર બોર્ડરથી સંકળાયેલા ખ્યાલીવાળા સીમા ચોકી નજીક પાકિસ્તાન તરફથી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ બંને ઘુસણખોરોએ ભારતીય સીમાની અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર ડ્યૂટી કરી રહેલા BSF જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો જ્યારે તે રોક્યા નહીં. તે બાદ બીએસએફ જવાનોએ ફાયરિંગ કર્યું અને બન્નેને ઠાર માર્યા હતા.

મળતી માહિતી અનુસાર બન્ને ઘુસણખોરો ભારતીય સીમામાં તારબંધી ક્રોસ કરવા ઇચ્છતા હતા. તેમની પાસેથી બે હથિયાર પણ મળી આવ્યા છે, તો અમુક પાકિસ્તાની મુદ્રા પણ જપ્ત કરવામાં આવી છે. ઘુસણખોરીની સૂચના મળ્યા બાદ બીએસએફના અધિકારી અને ગજસિંહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પાકિસ્તાન તરફથી આવેલા બંને ઘુસણખોરોને ઠાર કર્યા બાદ બીએસએફે પાકિસ્તાન રેન્જર્સને પ્રોટેસ્ટ નોટિસ જાહેર કરતા ઘુસણખોરીનો વાંધો દર્શાવ્યો હતો. આ સાથે જ બીએસએફના અધિકારીએ કેસ દાખલ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.