ETV Bharat / headlines

નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 6 શખ્સોની ધરપકડ, 5 હજારથી વધુ ઇન્જેક્શનો વેચી માર્યા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવી કાળાબજારી કરતા 6 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ અલગ અલગ ફાર્મા કંપનીના નામના આપી દર્દીના પરિવારના લોકોને ડુપ્લીકેટ ઇન્જેક્શન આપતા હતા અને 20 હજારથી લઇને 50 હજાર સુધીની કિંમતના ઇન્જેક્શન દર્દીના પરિવારજનોને વહેંચતા હતા.

નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ
નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ
author img

By

Published : Apr 29, 2021, 7:12 PM IST

  • નકલી રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારી ઝડપાઇ
  • ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ કુલ 6 શખ્સોની કરી ધરપકડ, 2 ની શોધખોળ શરૂ
  • પીપેરાસીલીન અને ટાઝોબાકટોમ એન્ટીબાયોટીકલની બોટલમાં સ્ટીકર પર ડુપ્લીકેટ રેમડેસીવીરના સ્ટીકર લગાવતા હતા

    અમદાવાદઃ કોરોનાની મહામારીમાં લોકોની લાચારીનો લાભ ઉઠાવી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન લોકોને ઉંચા ભાવમાં વેચી કાળા બજારી કરતા 6 શખ્સોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી 103 ઇન્જેક્શન અને રૂ. 21 લાખની રોકડ મળી આવી

ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધર્યુ હતું. ચાંદખેડા, ઝુંડાલ સર્કલ પાસે આવેલા ગાંઠીયારથ પાસે બે શખ્સ પાસેથી હેટેરો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના 20 નંગ ઝડપી પાડયા હતા. જેમની પુછપરછમાં સામે આવ્યું હતું કે, તે નિતેષ નામના આરોપી પાસેથી કુલ 30 ઇન્જેકશન લાવ્યા હતા. જે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી હોટલ હયાતમાં રહેતો હતો, જયાં પોલીસે રેડ કરતા વધુ બે આરોપી નિતેષ જોષી અને શક્તિસિંહ રાવત પાસેથી પોલીસે હેટેરો કંપનીના 103 રેમડેસીવીર ઇન્જેક્શન અને 21 લાખથી વધુની રોકડ મળી આવી હતી.

નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ
નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ

પોલીસે સમગ્ર આરોપીની પૂછપરછ કરતા મળી આવેલા તમામ રેમડીવીર રેમડીસીવીર ઇન્જેકશન નકલી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાનો મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ વિવેક મહેશ્વરી વડોદરામાં રહે છે., અને જે ફાર્મા કંપની સાથે જોડાયેલ છે. આ આરોપી પીપેરાસીલીન અને ટાઝોબાકટોમ એન્ટીબાયોટીકલની બોટલો મેળવતો હતો. અને તેમના પર લગાવવામાં આવેલા ઓરીજનલ સ્ટીકરો કાઢી, તેમના પર હેટેરો અને જ્યુબીલન્ટ કંપનીના રેમડેસીવીર ઇન્જેકશનના સ્ટીકરો લગાડતા હતા.

પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હતા ઇન્જેક્શનના સ્ટીકરો

આરોપી પારીલ પટેલ પ્રિન્ટિંગનું કામ કરતો હતો. જે પોતાના પ્રિન્ટિંગ પ્રેસ પર નકલી રેમડેસીવીર ઇન્જેકશનના સ્ટીકર છાપતો અને બોક્ષ પણ બનાવતો હતો. જેના આધારે ખરીદનારા લોકોને ખાતરી થાય કે તેમને ઉંચા ભાવે કાળાજારમાંથી ખરીદવામાં આવેલ ઇન્જેકશન ઓરીજીનલ જ છે.

નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 6 શખ્સોની ધરપકડ

મુખ્ય આરોપી વિવેક પીપેરાસીલીન અને ટાઝોબાકટોમ એન્ટીબાયોટીકલની બોટલ 100 રૂપિયાના ભાવે વહેંચતો હતો. અને વડોદરામાં આરોપીએ એક ફાર્મા કંપનીને ભાડે રાખી સમગ્ર ઇન્જેકશનોનું ડુપ્લેકેશન કરતા હતા. જયાં આરોપીએ કામકાજ માટે માણસો પણ રાખેલા હતા. તમામ આરોપી સાથે મળીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજયના મોટા ભાગના શહેરોમાં ઇન્જેકશનુ વેચાણ કરતા હતા.

5 હજારથી પણ વધુ ઇન્જેક્શન વેચી દીધા

પોલીસ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અત્યાર સુધીમાં પાંચ હજારથી પણ વધુ ઇન્જેકશનનું ડુપ્લીકેશન કરી લોકોને વેચી પણ દીધા છે. અને લોકોએ અત્યાર સુધીમાં કદાચ ડુપ્કેટ ઇન્જેકશન લઇ પણ લીધા હશે. સમગ્ર કેસમાં કુલ આઠ આરોપીઓના નામ સામે આવ્યા છે. જેમાં 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને બે આરોપીની પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.