અમદાવાદ: ટીવી સીરિયલ 'કાવ્યા' - એક જઝબા, એક જુનૂન'ના મુખ્ય એક્ટર મિશ્કત વર્મા અને એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર ખાન અમદાવાદના મહેમાન બન્યાં હતાં. આ દરમિયાન તેમણે પોતાની સીરિયલ અને તેમની ભૂમિકાને લઈ ખાસ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં એક્ટ્રેસ સુમ્બુલે IAS અધિકારી બનવાના તેના હેતુથી પ્રેરિત એક મજબૂત યુવતીની કથાને સંક્ષિપ્તમાં વર્ણાવી હતી. જ્યારે એક્ટર મિશ્કત વર્માએ પોતાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
સુમ્બુલ તૌકીર ખાનનો પ્રતિભાવ: એક્ટ્રેસે જણાવ્યું હતું કે, આ સીરિયલ સમાજમાં એક એવો સંદેશ આપે છે કે, કોઈપણ યુવતી ખુબ સ્ટ્રોંગ હોય છે, જે એક વખત મનમાં જે લક્ષ્ય ધારી લે તે પૂર્ણ કરીને જ રહે છે. કોઈપણ વ્યક્તિ તેના મજબૂત ઈરાદાઓને દબાવી શકે નહીં. મહિલાઓનાં સંઘર્ષ અને તેમના મજબૂત મનોબળનું એક પાસું સીરિયલમાં હુબહુ વર્ણાવવામાં આવ્યું છે.
ટીવી સીરિયલ 'કાવ્યા' - એક જઝબા, એક જુનૂન'માં એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર ખાન શીર્ષક ભૂમિકામાં છે, જે એક નિષ્ઠાવાન અને જુસ્સાદાર યુવતીની પ્રતિનિધિત્વ કરે છે. જે નિર્ભયપણે IAS અધિકારી બનવાના તેના હેતુને સાર્થક કરવા માટે ખુબ સંઘર્ષ અને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. દરમિયાન તેની મુલાકાત એક્ટર મિશ્કત વર્મા કે જેઓ આ સીરિયલમાં આદિરાજ પ્રઘાનની ભૂમિકામાં છે તેમની સાથે થાય છે, જે તેમની સિદ્ધિ અને સંઘર્ષને ઓની દિલથી આવકારે કરે છે અને સિવિલ સર્વિસ એકેડેમીમાં કાવ્યા સાથે તેની ઘનિષ્ઠતા વધતી જાય છે.