મુંબઈ: રોહિત શેટ્ટીના સ્ટંટ-રિયાલિટી શોની 14 ઑક્ટોબરે ગ્રાન્ડ ફિનાલે હતી. આ સિઝનમાં રેપર અને સિંગર ડીનો જેમ્સ આ શોનો વિજેતા બન્યો હતો. આ સ્ટંટ-રિયાલિટી શોનું પ્રીમિયર 15 જુલાઈએ થયું હતું. રોમાંચક સ્ટન્ટ્સ, ડર અને કેટલાક વિવાદોથી ભરેલું ત્રણ મહિનાનું રોલર કોસ્ટર હતું. આ શોમાં તમામ સ્પર્ધકોને હરાવીને રેપર અને સિંગર ડીનો જેમ્સે શોની 13મી સીઝનની ટ્રોફી જીતી હતી.
-
Let’s congratulate the winner of Khatron Ke Khiladi Season 13, @DinoJmsOfficial for his victory by showering ‘💌’ in the comments below.#KKK13GrandFinale #KhatronKeKhiladi #KhatronKeKhiladi13 #KKK13 #RohitShetty pic.twitter.com/BczCTYlsTl
— ColorsTV (@ColorsTV) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Let’s congratulate the winner of Khatron Ke Khiladi Season 13, @DinoJmsOfficial for his victory by showering ‘💌’ in the comments below.#KKK13GrandFinale #KhatronKeKhiladi #KhatronKeKhiladi13 #KKK13 #RohitShetty pic.twitter.com/BczCTYlsTl
— ColorsTV (@ColorsTV) October 14, 2023Let’s congratulate the winner of Khatron Ke Khiladi Season 13, @DinoJmsOfficial for his victory by showering ‘💌’ in the comments below.#KKK13GrandFinale #KhatronKeKhiladi #KhatronKeKhiladi13 #KKK13 #RohitShetty pic.twitter.com/BczCTYlsTl
— ColorsTV (@ColorsTV) October 14, 2023
ડીનોને મળ્યા 20 લાખ રૂપિયા અને કાર: ડીનો જેમ્સ ઉપરાંત શિવ ઠાકરે, અરિજિત તનેજા, ઐશ્વર્યા શર્મા અને રશ્મીત કૌર પણ ટોપ ફાઈવમાં હતા. સ્ટંટ-રિયાલિટી શોના હોસ્ટ રોહિત શેટ્ટીએ ડીનો જેમ્સને શોનો વિજેતા જાહેર કર્યો. રિયાલિટી ટીવી શોની શરૂઆત 14 સ્પર્ધકોએ એક્શન-પેક્ડ સ્ટંટ કરીને તેમની માનસિક અને શારીરિક ક્ષમતાઓની કસોટી કરી હતી. 3 મહિનાથી વધુ સમયની સફર બાદ આખરે 'ખતરોં કે ખિલાડી 13'ની સફર પૂરી થઈ છે. 14 ઓક્ટોબરે ડિનો જેમ્સ વિજેતા બન્યા અને ટ્રોફી સાથે 20 લાખ રૂપિયા અને એક ચમકતી કાર ઘરે લઈ ગયા.
કોણ હતા ટોપ 3માં: 'ખતરોં કે ખિલાડી 13'ના શૂટ વિશે વાત કરીએ તો 'KKK સિઝન 13'ના સ્ટંટનું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં કરવામાં આવ્યું હતું. છેલ્લો એપિસોડ આ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ઐશ્વર્યા શર્મા, ડીનો જેમ્સ અને અરિજિત તનેજાના નામ ટોચના ત્રણ સ્પર્ધકોમાં સામેલ હતા જેમણે ફિનાલેમાં સ્થાન મેળવ્યું હતું.
ડીનો જેમ્સે અરિજીતને હરાવ્યો: પહેલો સ્ટંટ અરિજિત તનેજા દ્વારા કરવામાં આવ્યો હતો અને તેણે તેને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો, પછીનો સ્ટંટ ઐશ્વર્યા શર્મા દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તે આપેલ સ્ટંટ પૂર્ણ કરી શકી ન હતી. જ્યારે અંતમાં અરિજીતને ડીનો જેમ્સે હરાવીને ટાઈટલ જીત્યું હતું. જેમ્સ એક રેપર છે જે તેના ગીત 'લુઝર' માટે પ્રખ્યાત થયો હતો.