મુંબઈ: 'બિગ બોસ 17'માં આ વખતે અલગ-અલગ ફીલ્ડ માંથી કન્ટેસ્ટંટે ભાગ લીઘો છે, બીજી તરફ શો સ્ટ્રીમ થયાં બાદથી જ દિવસેને દિવસે એ સ્પષ્ટ થતું જઈ રહ્યું છે કે, આ શોમાં કંઈ પણ એવું નથી જે દેખાતું હતું. વધુ એક પાવર કપલ અંકિતા લોખંડે અને વિક્કી જૈન વચ્ચે તીખી ચર્ચા શરૂ થતી દેખાઈ રહી છે. અંકિતાએ અટેન્શન અને ટાઈમ ન આપવા પર પતિ વિક્કી સામે ફરિયાદ કરી, જેના પર વિકકીએ કહ્યું કે, તે તેની આગળ-પાછળ નથી ફરી શકતો અને તે અહીં નાક કપાવવા માટે નથી આવ્યો.
મન્નારાને મળી અલ્ટરનેટ કરિયરની ચોઈસ: વિક્કી-અંકિતા વચ્ચે થયેલો આ અણબનાવ તેના સંબંધમાં વધુ ખટાશ ઘોળવાનું કામ કરી રહ્યો છે. ઘરમાં ઘણાં કંટેસ્ટંટ પણ ખુદની તલાશમાં આગળ વધી રહ્યાં છે. ત્યારે એક્ટ્રેસ મન્નારા ચોપડાને એક શ્રેષ્ઠ અલ્ટરનેટ કરિયર મળી ગઈ છે. ઘરના માહોલથી પ્રભાવીત થઈને તે રૈપ કરતી નજરે પડી રહી છે અને સ્ટેન્ડ અપ કોમેડિયન અને રૈપર મુનવ્વર ફારૂકી તેને સાથ આપી રહ્યો છે.
મુન્નવર ફારૂકી થયો ભાવુક: આ ઉપરાંત સ્ટેન્ડ-અપ કોમેડિયન મુન્નવર ફારૂકી પોતાના પુત્ર વિશે વાત કરતા ઈમોશનલ થતા જોવા મળ્યો હતો, વીડિયોમાં તે નીલ ભટ્ટ સાથે બેઠો છે. તેણે કહ્યું કે, તે તેના બાળકને કેટલો યાદ કરતો હતો. હવે પોતાના બાળકને મેળવીને તે કેટલી રાહત અનુભવી રહ્યો છે. મુનવ્વર કહે છે, મારો પુત્ર 5 વર્ષનો છે. જ્યારથી તે મારી પાસે આવ્યો છે, આ ત્રણ-ચાર મહિનામાં હું તેની સાથે ખૂબ જ કનેક્ટ થઈ ગયો છું, મને તેની ખુબ યાદ આવી રહી છે.
'બિગ બોસ 17'ના ઘરમાં કોણ: 'બિગ બોસ 17'ના ઘરમાં જિજ્ઞા વોરા, સના રઈસ ખાન, અનુરાગ ડોભાલ, મુન્નવર ફારૂકી, અંકિતા લોખંડે અને વિક્કી જૈન, નવીદ સોલે, નીલ ભટ્ટ, એશ્વર્યા, અભિષેક કુમાર, ઈશા માલવિયા, રિંકૂ ધવન, અરૂણ મૈશૈટ્ટી, સની આર્ય, ફિરોઝા ખાન, સોનિયા બંસલ અને કંટેસ્ટંટ તરીકે મન્નારા ચોપડા છે. આ શો કલર્સ અને જિયો સિનેમા પર સ્ટ્રીમ થાય છે.