ETV Bharat / entertainment

BOX Collection: 'ઝરા હટકે જરા બચકે' ફિલ્મનો થિયેટરોમાં જાદુ, આટલી કમાણી કરી - બોક્સ ઓફિસ કલેક્શન

વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ફિલ્મ 'ઝરા હટકે જરા બચકે'એ તેની રિલીઝના બીજા દિવસે સારી વૃદ્ધિ દર્શાવી છે. ફિલ્મ રિલીઝ થયાને બે દિવસ થઈ ગયા છે અને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે વિકી કૌશલની 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' પછી સારી કમાણી કરનારી આ બીજ ફિલ્મ છે.

'ઝરા હટકે જરા બચકે' ફિલ્મનો થિયેટરોમાં જાદુ, આટલી કમાણી કરી

author img

By

Published : Jun 4, 2023, 1:46 PM IST

મુંબઈઃ ફિલ્મ 'જરા હટકે જરા બચકે'એ રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. લક્ષ્મણ ઉતરેકર દ્વારા નિર્દેશિત ફિલ્મનો જાદુ થિયેટરોમાં ચાલી ગયો છે અને દર્શકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિકી કૌશલ અને સારા અલી ખાન અભિનીત ફિલ્મે બોકસ ઓફિસ પર બીજા દિવસે સારી કમાણી કરી છે. તરણ આદર્શ અને સારા અલી ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની માહિતી શેર કરી છે.

બોક્સ ઓફિસ કલેક્શન: 'ઝરા હટકે ઝરા બચકે'માં સારા અલી ખાન અને વિકી કૌશલ એક પરિણીત યુગલ તરીકે છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે, તેમને લાગે છે કે તેમનું લગ્નજીવન સ્થિર થઈ ગયું છે. વિકી કૌશલ અને સારા અલી ખાન પહેલીવાર 'જરા હટકે જરા બચકે' ફિલ્મમાં સાથે જોવા મળશે. લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે પહેલા દિવસે સારું કલેક્શન કર્યું હતું. પ્રથમ દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર 5.49 કરોડની કમાણી કરી હતી. જ્યારે રિલીઝના બીજા દિવસે ફિલ્મની કમાણી 35 ટકા વધી હતી.

વિકીની શ્રેષ્ઠ ફિલ્મ: આ સાથે ફિલ્મે લગભગ 7.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.'ઝરા હટકે જરા બચકે'ને વન પ્લસ વન ફ્રીની અનોખી ટિકિટિંગ વ્યૂહરચનાથી ફાયદો થયો છે અને તે 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' પછી વિકી માટે બીજી સૌથી વધુ કમાણી કરનાર બની ગઈ છે. બે દિવસ પછી 'જરા હટકે જરા બચકે'નું કુલ કલેક્શન 12.69 કરોડ રૂપિયા છે.

  • #ZaraHatkeZaraBachke takes off on Day 1… Silences naysayers and pessimists, who had predicted [below] ₹ 2 cr start… Got a boost due to Buy-1-Get-1 free ticket offer + affordable ticket pricing, which has given its biz the required push… Fri ₹ 5.49 cr. #India biz.

    The… pic.twitter.com/tFhk996o6Y

    — taran adarsh (@taran_adarsh) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

થિયેટરોમાં સારું પ્રદર્શન: 'જરા હટકે જરા બચકે' ફિલ્મ આ રીતે આગળ વધતી રહેશે તો સપ્તાહના અંત સુધીમાં 20 કરોડનો આંકડો પાર કરી જશે. 'ધ કેરલા સ્ટોરી' અને 'સ્પાઈડર મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ'ની સ્પર્ધા હોવા છતાં ફિલ્મ મજબૂતાઈ જાળવવામાં સફળ રહી છે. ફિલ્મમાં વિકી અને સારાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મના ગીતો પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યાં છે.

  1. Adipurush Action Trailer: પ્રભાસ, કૃતિ સેનન અભિનીત 'આદિપુરુષ' એક્શન ટ્રેલર 6 જૂને રિલીઝ થશે
  2. Balasubramaniam Death Anniversary: પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, રર્જ્યા અનેક રેકોર્ડ
  3. Aamir Raja Hussain Death: જાણીતા દિગ્દર્શક, અભિનેતા આમિર રઝા હુસૈનનું નિધન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.