મુંબઈ: બોલિવુડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ હવે ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાની YRF સ્પાય યુનિવર્સ સાથે જોડાશે. સ્પાય યુનિવર્સે 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ', 'વોર' અને 'પઠાણ' જેવી હિટ ફિલ્મ બનાવી છે. યશ રાજ હવે આલિયા ભટ્ટ સાથે નવા મોટા બજેટ સ્પેક્ટેકલનું આયોજન કરી રહ્યાં છે, જેમાં આલિયા ભટ્ટ જાસુસીની ભૂમિકામાં જોવા મળશે. યશ રાજની આ શિર્ષક વિનાની ફિલ્મ માટે શૂટિંગ 2024માં શરુ થવાની શક્યતા છે.
આલિાય એજન્ટની ભૂમિકામાં: આલિયા ભટ્ટ આજે આપણા દેશની સૌથી મોટી સુપરસ્ટાર પૈકીની એક છે. આ અભિનેત્રી તાજેતરમાં સલમાન ખાન, શાહરુખ ખાન અને હ્રુતિક રોશનની જેમ સ્પાય યુનિવર્સમાં સુપર -એજન્ટની ભૂમિકા ભજવશે. સૂત્રના જણાવ્યાં અનુસાર, આલિયા એકદમ નવા અવતારમાં જોવા મળશે. આલિયા ભટ્ટની આ આગામી ફિલ્મ અગાઉ ક્યારેય ન જોઈ એવી રીતે રજુ કરવામાં આવશે.
આલિયાની આગામી ફિલ્મ: આલિયા ઓલ આઉટ એટ્રેનાલિન પમ્પિંગ એન્ટરટેનરમાં જાસૂસીની ભૂમિકા ભજવવા જઈ રહી છે, જે પ્રેક્ષકો માટે નવિનતા છે. આલિયા YRF સ્પાય યુનિર્સ ફિલ્મનું હેડલાઈન કરી રહી છે, જે તેમના ચાહકો માટે ખુશીની વાત છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ શરુ થઈ ગયું છે. આ સાથે યશ રાજે એ પણ જાહેરાત કરી છે કે, શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ઈન્ટરનેશનલ માર્કેટમાં રિલીઝ કરશે.
યશ રાજની ફિલ્મ: આલિયા ભટ્ટની આગામી ફિલ્મ જોવા માટે ચાહકો હવે ખુબ જ ઉત્સાહમાં છે. કારણ કે, યશ રાજની તમામ ફિલ્મ સિનેમાઘરોમાં હીટ બની છે. ચાહકો તેમની ફિલ્મને ખુબ જ પસંદ કરે છે. જેનું ઉદાહણ છે, તારીખ તારીખ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વણ વધુ કમાણી કરીને ઈતિહાસ સર્જ્યો છે.