ETV Bharat / entertainment

Parineeti Chopra Dance video: રાઘવ સાથે ડાન્સ કરતી પરિણીતી મંડપમાં પહોંચી, વીડિયો વાયરલ - પરિણીતી ચોપરા ગૃહ પ્રવેશ

તારીખ 24 સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા હતા. તેમના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે ડાન્સ કરતી મંડપમાં જઈ રહી છે. આ ઉપરાંત લગ્નના અન્ય વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેના પર એક નજર કરીએ.

રાઘવ સાથે ડાન્સ કરતી પરિણીતી મડપમાં પહોંચી, વીડિયો વાયરલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 12:06 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે તારીખ 24 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરી અને દિલ્હીમાં તેમના સાસરે ગઈ હતી. પરણિતીના ગયા પછી, તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં પરિણીતીનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પરિણીતી રાઘવ ચઢ્ઢા સાથે ડાન્સ કરતી જોવા મળે છે. રિણીતીના ઘરે પ્રવેશનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતી ચોપરાએ મંડપમાં કર્યો ડાન્સ: પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો મંડપ સ્વિમિંગ પૂલ પર સજાવવામાં આવ્યો હતો. લગ્ન મંડપને સુંદર અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. લગ્ન પછી પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના મંડપનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને કપલ મંડપ પર છત્રી પકડીને ડાન્સ કરી રહ્યું છે. રાઘવ ચઢ્ઢાની બારોટીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વરરાજા રાઘવ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. એક અન્ય વીડિયોમાં પરિણીતી તેમના ભાઈ શિવાંગ ચોપરાને ગળે લગાવીને વિદાય લઈ રહી છે.

પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ: ચાહકો હવે રાહ જોઈ રહ્યા છે કે, હવે ટૂંક સમયમાં જ પરિણીતી લગ્નની જેમ હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો શેર કરશે. પરિણીતીના લગ્ન થયા બાદ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી હતી. ત્યાર બાદ ચાહકો અને કલાકારોએ અભિનંદન પાઠવ્યા હતા. ગઈકાલે અભિનેત્રીની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં અક્ષય કુમાર સાથે જોવા મળે છે.

  1. Ragneeti First Public Appearance: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો
  2. Jawan Global Collection: શાહરુખ ખાનની 'જવાને' વગાડ્યો ડંકો, વર્લ્ડવાઈડ 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી
  3. Madhuri Dixit Lok Sabha Elections 2024: ધક ધક ગર્લ માધુરી દીક્ષિત લડશે લોકસભાની ચૂંટણી, ભાજપમાંથી મળી શકે ટિકિટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.