ETV Bharat / entertainment

Waheeda Rehman News: સાઉથ સિનેમાથી ડેબ્યુ કરનાર, બોલિવુડ એવરગ્રીન વહીદા રેહમાનની ફિલ્મો પર એક નજર

ફિલ્મ ઉદ્યોગની પીઢ અભિનેત્રી વહીદા રેહમાનને દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. સાઉથની એક ફિલ્મથી અભિયનયની શરુઆત કરનાર સદાબહાર અભિનેત્રીની કારકિર્દી વિશે અહીં બધું જાણો.

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 5:20 PM IST

સાઉથથી એક્ટિંગ ડેબ્યુ, બોલિવુડ એવરગ્રીન વહીદા રેહમાનની ફિલ્મો પર એક નજર

મુંબઈ: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્ન બાદ ફિલ્મ ઉદ્યોગમાં ફરી એક વાર ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ ગુડ ન્યૂઝ પીઢ અભિનેત્રી વહીદા રેહમાન સાથે સંકળાયેલી છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે આજે મંગળવારે જાહેરાત કરી છે કે, ફિલ્મ ઉદ્યોગની પીઢ અભિનેત્રી રેહમાનને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પૂર્ણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર છે. વહીદા રહેમાને ઈન્ડસ્ટ્રીને ઘણી ફિલ્મો આપી છે. અહીં અભિનેત્રીની અભિનય યાત્રા પર એક નજર નાખો.

  • I feel an immense sense of happiness and honour in announcing that Waheeda Rehman ji is being bestowed with the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award this year for her stellar contribution to Indian Cinema.

    Waheeda ji has been critically acclaimed for her…

    — Anurag Thakur (@ianuragthakur) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વહીદા રેહમાનની કારકિર્દી: વહીદાએ 5 દાયકાની પોતાની કારકિર્દીમાં દરેક ભૂમિકા શાનદાર રીતે ભજવી છે. તેની શરુઆથી લઈને આજ સુધી વહીદાએ 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ', 'ચૌદહવી કા ચાંદ', 'સાહેબ બીવી ઔર ગુલામ', 'ગાઈડ' અને 'ખામોશી' જેવી ફિલ્મોમાં અવિસ્મરણીય અભિનયથી પોતાની ઓળખ બનાવી છે. બીજી ઘણી બધી અવિસ્મરણીય ફિલ્મોએ અત્યાર સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. જ્યારે એક સુંદર અને નિર્દોષ ચેહરો કેમેરાની સામે તેના કુશળ અભિનયને રજૂ કરે છે, ત્યારે પ્રેક્ષકો અને ચાહકો ખુશીથી ઝુમી ઉઠે છે. બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રીની દાદાસાહેબ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તો ચાલો બોલિવુડમાં ડેબ્યુથી લઈને આજ સુધીની સફર પર એક નજર કરીએ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

સાઉથની ફિલ્મ જયસિમ્હા તેમની ડેબ્યુ ફિલ્મ હતી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને બહુમુખી પ્રતિભા ધરાવતી વહીદા રેહમાને વર્ષ 1955માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'જયસિમ્હા'થી પોતાની કરિયરની શરુઆત કરી હતી. આ પછી તેમણે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જ્યારે વહીદા રેહમાનની પહેલી હિન્દી ફિલ્મ 'CID' હતી, જે વર્ષ 1956માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે દેવ આનંદ લીડ રોલમાં હતા. વહીદાને ફિલ્મ 'રેશમા ઔર શેરા'માં એક કુળની મહિલાની ભૂમિકા માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વહીદા રેહમાન 'પ્યાસા', 'કાગઝ કે ફુલ' અને 'સાહિબ ઔર ગુલામ' જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય માટે જાણીતી છે.

  1. Waheeda Rehman : પીઢ અભિનેત્રી વહીદા રેહમાનની દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી
  2. Pm Modi And Dev Anand: Pm મોદીએ દેવ આનંદને યાદ કર્યા, કહ્યું તમે એવરગ્રીન આઈકોન છો
  3. Alia Bhatt New Movie: આલિયા ભટ્ટની નવી ફિલ્મ 'જીગ્રા'ની જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.