ETV Bharat / entertainment

Jawan Pre Release Event: 'જવાન'ની પ્રી-રિલીઝ પહેલા શાહરુખ ખાન વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા, વીડિયો વાયરલ - ચેન્નાઈમાં જવાન પ્રી રીલીઝ ઈવેન્ટ

ચેન્નઈમાં 'જવાન' પ્રી-રિલીઝ ઈવેન્ટ પહેલા સુપરસ્ટાર શાહરુખ ખાને મંગળવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી. 9 મહિનામાં શાહરુખનની આ મંદિરની બીજી મુલાકાત છે. 'જવાન' ફિલ્મ ટૂંક સમયમાંં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'જવાન'ની રિલીઝ પહેલા શાહરુખ ખાન વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા, વીડિયો વાયરલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 1:01 PM IST

જમ્મુ: સુપરસ્ટાર શાહરુખ ખાને જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડી પર માતા વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા હતા અને પ્રાર્થના કરી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, 58 વર્ષીય અભિનેતા મંગળવારે મોડી રાત્રે મંદિર પહોંચ્યા હતા. શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

શાહરુખ ખાન વૈષ્ણોદેવી મંદિરની મુલાકાતે: સુપરસ્ટાર મંગળવારે સાંજે બેઝ કેમ્પ કટરા પહોંચ્યા હતા અને લગભગ 11.40 કલાકે મંદિર સુધી નવા તારકોટ માર્ગે પહોંચ્યા હતા. તેમણે પ્રાર્થના કરી અને તરત જ નીકળી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, ''હૂળ બ્લુ જેકેટમાં સજ્જ અને તેમનો ચહેરો ઢંકાયેલો હતો.'' મંદિરમાં દર્શન કરવા આવેલા અભિનેતાનો એક ટૂંકો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શાહરુખ ખાનનો વીડિયો વાયરલ: વીડિયો ક્લિપમાં વૈષ્ણોદેવી અને શ્રાઈન બોર્ડના અધિકારઓ અને કેટલાક પોલીસકર્મીઓ સાથે સુપરસ્ટારના અંગત સ્ટાફ જોવા મળે છે. 9 મહિનામાં શાહરુખ ખાનની આ બીજી મુલાકાત છે. અભિનેતાએ અગાઉ ડિસેમ્બર 2022માં તેમની બ્લોકબસ્ટર હિટ 'પઠાણ'ની રજૂઆતના એક મહિના પહેલા મંદિરની મુલાકાત લીધી હતી.

ચેન્નઈમાં જવાન પ્રી-રિલીઝ ઈવેન્ટ: કિંગ ખાન આજે 'જવાન' પ્રી-રિલીઝ ઈવેન્ટમાં હાજરી આપવા તમિલનાડુ જશે. ચેન્નઈની એક કોલેજમાં ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાહરુખ ખાન નિર્દેશક એટલી સાથે ભાગ લેશે. 'જવાન' એ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેના નિર્માતા એટલી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તારીખ 7 સપ્ટેમ્બરના રોજ મોટા પદડા પર જોવા મળશે. આ ફિલ્મમાં નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણી અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

  1. Raksha Bandhan 2023: રક્ષાબંધન પર જુઓ આ 5 હિન્દી સોન્ગ, તહેવારને બનાવો ખાસ
  2. International Emmy Award: એકતા કપૂર ઈન્ટરનેશનલ એમી એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય નિર્માતા બની
  3. International Emmy Award: એકતા કપૂર ઈન્ટરનેશનલ એમી એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય નિર્માતા બની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.