Jaane Jaan Screening: વિજય વર્મા-તમન્ના ભાટિયા 'જાને જાન' ફિલ્મની સ્ક્રીનિંગમાં એકસાથે જોવા મળ્યા, જુઓ વીડિયો - જાને જાન ફિલ્મની રિલીઝ ડેટ
વિજય વર્મા અને તમન્ના ભાટિયા આગામી OTT ફિલ્મ 'જાને જાન'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. લવબર્ડે તેમની કેમેસ્ટ્રીથી દિલ જીતી લીધા હતા. વીડિયો આવ્યો સામે, જેમાં તેઓ હાથમાં હાથ મિલાવીને ચાલતા હતા. આ દરમિયાન મુંબઈ ખાતે સ્ક્રીનિંગમાં પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.
Published : Sep 19, 2023, 10:35 AM IST
|Updated : Sep 19, 2023, 11:16 AM IST
હૈદરાબાદ: કરીના કપૂર ખાન અને વિજય વર્મા અભિનીત આગામી OTT ફિલ્મ 'જાને જાન'ના નિર્માતાઓએ એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ સ્ક્રીનિંગમાં બોલિવુડ ફિલ્મ ઉદ્યોગની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. અભિનેતા વિજય વર્મા, નોરા ફતેહી, કાર્તિક આર્યન, અર્જુન કપૂર અને અન્ય લોકો ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. તેમાં વિજયની ગર્લફ્રેન્ડ તમન્ના ભાટિયા પણ હાજર હતી.
વિજય-તમન્ના સ્ક્રીનિંગ સ્થળ પર હાથ જોડીને ચાલતા જોવા મળ્યા: ઈન્સ્ટાગ્રામ પર પાપારાઝી એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વિજય અને તમન્ના સ્ક્રીનિંગ સ્થળ પર હાથ જોડીને ચાલતા જોઈ શકાય છે. પાપારાઝી સામે પોઝ આપતી વખતે બંન્ને હસતા જોવા મળ્યા હતા. લવબર્ડ્સે ફરી તેમની સિઝલિંગ કેમેસ્ટ્રીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. ઈવેન્ટ માટે વિજયે બ્લેક ટી-શર્ટ સાથે બ્રાઉન પ્રિન્ટેડ સૂટ પસંદ કર્યો હતો. તમન્ના નેવી બ્લુ વન-પીસ ડેનિમ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.
જાને જાન ફિલ્મ વિશે: 'જાને જાન' સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત જાપાની નોવેલ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સનું રુપાંતરણ છે. રહસ્યમય થ્રિલર ફિલ્મ કાલિમપોંગમાં સેટ છે અને માયા ડિસોઝાની સ્ટોરીને અનુસરે છે. કરીના અભિનીત માયા ડિસોઝાની સ્ટોરીમાં તે પોતાની દિકરીને સુરક્ષિત રાખવા માટે બધું જોખમમાં મૂકે છે. કરીના અને વિજય ઉપરાંત આ ફિલ્મમાં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં છે. 'જાને જાન' નેટફ્લિક્સ પર તારીખ 21 સપ્ટેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે.
વિજય-તમન્નાની આગામી ફિલ્મ: 'જાને જાન' ઉપરાંત, વિજયની ફિલ્મ 'અફઘાની સ્નો' અને 'મર્ડર મુબારક' પણ છે. જ્યારે તમન્ના છેલ્લે વિજય સાથે 'લસ્ટ સ્ટોરીઝ 2'માં જોવા મળી હતી. ત્યારબાદ તે મેગાસ્ટાર રજનીકાંત સાથે તમિલ ફિલ્મ 'જેલર' લઈને આવી હતી. અભિનેત્રી આગામી ફિલ્મ 'વેદા'માં જોવા મળશે, જે વર્ષ 2024માં રિલીઝ થવાની છે.