ETV Bharat / entertainment

Kushi Success Celebrations: વિજય દેવરકોન્ડા 'કુશી'ની કમાણીમાંથી 1 કરોડ રુપિયા ફેન્સને આપશે - વિઝાગમાં કુશી સક્સેસ મીટ ખાતે વિજય દેવરાકોંડા

અભિનેતા વિજય દેવરકોન્ડા તેમની ફિલ્મ 'કુશી'ની કમાણીમાંથી 100 પરિવારોને તેમની પ્રશંસા અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે રુપિયા 1 કરોડ આપશે. વિશાખાપટ્ટનમમાં કુશી ફિલ્મની સફળતાની ઉજવણી દરમિયાન વજિયે 10 દિવસની અંદર રકમનું વિતરણ કરવાની જાહેરાત કરી છે.

વિજય દેવરકોંડા 'કુશી'ની કમાણીમાંથી 1 કરોડ રુપિયા આપશે, જાણો કોને મળશે આ ભેટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 12:23 PM IST

હૈદરાબાદ: વિજય દેવરકોન્ડાએ સોમવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફિલ્મ 'કુશી'ની સફળતાની ઉજવાણી દરમિયાન મોટી જાહેરાત કરી હતી. આ દરમિયાન વિજય દેવરકોન્ડાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 'કુશી' રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં સહઅભિનેત્રી તરીકે સામન્થા રુથ પ્રભૂ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નોંધપાત્ર સફળતા મેળવી છે, જે રુપિયા 16 કરોડથી શરુ થઈ હતી અને સ્થાનિક સ્તરે કુલ 39.25 કરોડ સુધી પહોંચી છે.

વિજય દેવરકોન્ડા ચાહકોને 1 કરોડ આપશે: ઈવેન્ટ દરમિયાન વિજય દેવરકોન્ડાએ એક અણધારી અને હ્રુદયસ્પર્શી જાહેરાત કરી હતી, તેમને ખૂબ જ પ્રશંસા મળી હતી. વિજયે ખુલાસો કર્યો હતો કે, તેમની ફિલ્મ 'કુશી'ની કમાણીમાંથી 1 કરોડ રુપિયા 100 લાયક પરિવારોને મદદ કરવા માટે આપશે. આ પરિવારોમાંના દરેકને તેમના અતૂટ સમર્થન બદલ તેમની પ્રશંસા અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે 1 લાખ રુપિયા મળશે.

કુશીની સફળતાની ઉજવણી: વિજય દેવરકોન્ડાએ ઘોષણા ઉત્સાહિત જનમેદની દ્વારા ભારે ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે કરી હતી. આ ગદરમિયાન તેમણે તેલુગુમાં લાગણીઓ વ્યક્ત કરી હતી. અર્જુન રેડ્ડી સ્ટારે સ્પષ્ટતા કરી હતી કે, તે પૈસા દાન કરી રહ્યો હતો તે તેમના અંગત ખાતામાંથી હતા. દેવરકોન્ડાએ તેમની પ્રેરણા અને કારકિર્દીની આકાંક્ષાઓ વિશે પણ વાત કરી હતી.

અભિનેતાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી: વિજયે આગળ વધુમાં જણાવ્યું હતું કે, સારી કમાણી કરવાની, તેમના માતા-પિતાને ગૌરવ આપવાની અને સમાજમાં માન સન્માન મેળવવાની તેમની ઈચ્છા શેર કરી હતી. તેમણે ફિલ્મની સફળતાનો શ્રેય તેમના ચાહકોના અતૂટ પ્રેમ અને સમર્થનને આપ્યો હતો, જેઓ ફિલ્મની સમર્થનમાં હતા. કુશી એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન શિવ નિર્વાણ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિજય દેવરકોન્ડા અને સામન્થા રુથ પ્રભુ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

  1. 3 Ekka Collection: 3 'એક્કા' ફિલ્મે 10 દિવસમાં 18 કરોડથી પણ વધુની કમાણી કરી
  2. Tirupati Temple: 'જવાન'ની રિલીઝ પહેલા શાહરુખ ખાન તિરુપતિ મંદિર પહોંચ્યા
  3. Gujarati Movie September 2023: સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ પર એક નજર કરો, જુઓ અહીં ટ્રેલર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.