હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઉદ્યોગના ચાહકો 'કુશી' ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, તે રાહ હવે પુરી થઈ છે. 'કુશી' ફિલ્મનું ટ્રેલર તારીખ 9 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગયું છે. Mythri Movie Makers દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. વિજય દેવરકોંડા અને સામન્થા રુથ પ્રભૂ અભિનીત ફિલ્મ છે. તારીખ 1 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
કુશીનું ટ્રેલર લોન્ચ: ફિલ્મના ટ્રેલરની શરુઆત કાશ્મિરના સુંદર દ્રશ્યો સાથે થાય છે. જેમાં એક નાના ગામનું દ્રશ્ય જોવા મળે છે. આસપાસ પહાડ જોવા મળે છે. આ પહાડો બરફથી ઢંકાયેલા છે. આ સાથે જ વિજય દેવરકોંડાની એન્ટ્રી થાય છે. દેવરકોંડા કહે છે વાવ કાશ્મિર. ત્યાર બાદ વીડિયોમાં ટૂંક જ સમયમાં એક વિસ્ફોટ થાય છે. ફિલ્મમાં ક્યારેક ખુશી તો ક્યારેક દુ:ખથી ભરેલા દ્રશ્યો જોવા મળે છે. આગળની સ્ટોરી જાણવા માટે જુઓ ટ્રેલર.
કુશીનું પોસ્ટર રિલીઝ: નિર્માતાઓએ તારીખ 7 ઓગસ્ટના રોજ 'કુશી' ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટર સાથે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. જાહેર કરેલા પોસ્ટરમાં દેવરકોંડા અને સામન્થા રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ એકબીજાને માથુ ટેકીને હસ્તા જોવા મળે છે. આ દરમિયાન સામન્થાએ હાથમાં કપ પકડી રાખ્યો છે.
જાણો ફિલ્મ કલાકાર: વિજય દેવરકોંડા અને સામન્થા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન શિવ નિર્વાને કર્યું છે. જ્યારે સંગીત હેશમ અબ્દુલ વહાબ દ્વારા નિર્મિત છે. જ્યારે સિનેમેટોગ્રાફી જી મુરલી દ્વારા અને ફિલ્મનું સંપાદન પ્રવિણ પુડીએ કર્યું છે. ફિલ્મ મેયત્રી મુવી મેકર્સના બેનર હેઠળ નવીન યેર્નેની અને રવિશંકર વાય દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ વિજય દેવરકોંડા, સામન્થા, જયરામ, સચિન, સરન્યા, મુરલી શર્મા, શ્રીકાંત આયંગર, લક્ષ્મી, અલી, રોહીણી વેનેલા કિશોર અને રાહુલ રામકૃષ્ણ દ્વારા અભિનીત છે.