મુંબઈ : "તેરા યાર હું મેં" અભિનેત્રી વિભૂતિ ઠાકુરને રોહિત શેટ્ટીની વેબ સિરીઝ "ઇન્ડિયા પોલીસ ફોર્સ" માં (India Police Force) મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી છે. શોની નજીકના એક સૂત્રોએ કહ્યું, 'વિભૂતિ સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી સાથે જોવા મળશે. જો કે, તે કેમિયો છે, તેમ છતાં તે એક મહત્વપૂર્ણ ભૂમિકા છે, જે વાર્તામાં મોટો (Vibhuti Thakur in Rohit Shetty Web Series) વળાંક લાવશે તેવી પૂરી શક્યતા છે.
ખુલાસો કરવાની પાડી ના - વિભૂતિએ ચર્ચાને સમર્થન આપ્યું અને શેર કર્યું કે, 'આ સમયે, હું વધુ ખુલાસો કરી શકીશ નહીં, હું એટલું જ કહીશ કે હું આ સીરીઝ કરી રહી છુ'. વિભૂતિ અગાઉ રોહિત શેટ્ટી સાથે (Rohit Shetty Web Series) સારા અલી ખાન અને રણવીર સિંહ સ્ટારર 'સિમ્બા'માં કામ કરી ચૂકી છે. તેણે કહ્યું, 'મારા રોહિત સર સાથે સારો સંબંધ છે અને તેમની સાથે કામ કરવું હમેંશા સારું લાગે છે. મને ખુશી છે કે 'સિમ્બા' પછી મને તેની સાથે જોડાવવાની બીજી તક મળી રહી છે.
આ પણ વાંચો : બોલિવૂડની કઈ કઈ અભિનેત્રીએ ફેશન ગાલામાં કર્યું રેમ્પ વોક
વિભૂતિનો નંબર લીક - વિભૂતિ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોઈએ તેનો નંબર લીક કર્યા પછી તેને સાયબર ધમકી આપવામાં આવી હતી. તે પછી તેને અજાણ્યાઓ તરફથી અશ્લીલ મેસેજ (Victims of Obscene Messages) અને ફોન કોલ આવવા લાગ્યા, ત્યારપછી તેઓ સેક્સ્યુઅલ ફેવરની માંગ (Vibhuti Thakur Web Series) કરવા લાગ્યા હતા. બાદમાં તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : સલમાન ખાનની સાઉથની ફિલ્મમાં એન્ટ્રી, પ્રભુદેવા કરી રહ્યા છે તૈયારી
વિભૂતિના ખરાબ દિવસો -વિભૂતિએ વધુમાં જણાવ્યુ હતું કે, 'મેં ઘણી બધી નિંદ્રાધીન રાતો પસાર કરી છે. તે ઘટનાના પરિણામે મેં અનુભવેલા આઘાતજનક તણાવથી મારા સ્વાસ્થ્યને અસર થઈ હતી. સાચું કહું તો, તે મારા જીવનના સૌથી ખરાબ દિવસોમાનો એક હતો, પરંતુ મને આનંદ છે કે આ શો ખુશીના (India Police Force Web Series) કિરણ તરીકે આવ્યો છે.