મુંબઈ: ફિલ્મ ઉદ્યોગનું એક સુંદર કપલ વત્સલ સેઠ અને ઈશિતા દત્તાએ તાજેતરમાં જ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. ઈશિતાએ તારીખ 19 જુલાઈના રોજ એક છોકરાને જન્મ આપ્યો હતો. ગુરુવારે આ કપલે સોશિયલ મીડિયા પર બાળકની એક ઝલક શેર કરી હતી. હવે ઈશિતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ઈશિતાને મળી રજા: શુક્રવારે પાપારઝીએ વત્સલ સેઠ અને ઈશિતા દત્તા હોસ્પિલમાંથી બહાર નીકળતી વખતે કેમેરામાં કેદ કર્યા હતા. આ કપલે તેમના બાળક સાથે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો. તાજેતરમાં મમ્મી બનેલી ઈશીતા દત્તા પર્પલ અને વ્હાઈટ ફ્રોક સૂટમાં જોવા મળી હતી. જ્યારે વત્સલ ગ્રીન અને પર્પલ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. અભિનેતા વત્સલે તેમની ટી-શર્ટ વ્હાઈટ ટ્રાઉઝર સાથે જોડી હતી.
ચાહકોએ પાઠવ્યા અભિનંદન: એક પાપારાઝીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કપલનો વીડિયો શેર કર્યો હતો. જેવો વીડિયો ઈશિતા દત્તા અને વત્સલના ચાહકો સામે આવ્યો કે, તરત જ કોમેન્ટ બોક્સમાં અભિનંદન આપવાનું શરું થઈ ગયું હતું. એક ચાહકે લખ્યુ હતું કે, 'સુંદર કપલને અભિનંદન.' અન્ય ચાહકોએ ફાયર ઈમોજીસ અને અભિનંદન સાથે કોમેન્ટ બોક્સ છલકાવી દીધું હતું.
કાલાકરોએ પાઠવ્યા અભિનંદન: ગુરુવારે દંપતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉનન્ટ પર બાળક સાથેની તસવીર શેર કરી હતી. આ પોસ્ટમાં રેડ ઈમોજીસ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ''અમને એક બાળકનો આશિર્વાદ મળ્યો. પ્રેમ અને શુભેચ્છાઓ માટે આપનો આભાર.'' આ પોસ્ટ પછી બોલિવુડની અભિનેત્રી કાજોલે કોમેન્ટ બોક્સમાં તાળી પાડતી ઈમોજીસ શેર કરી હતી. આ સમયે જેનિફર વિંગેટ, કુશલ ટંડન, અનિતા રેડ્ડી, રિદ્ધિમાં પંડિત જેવા ઘણા કાલાકારઓએ અને ટીવી સ્ટાર્સે દંપતીને માતાપિતા બનવા માટે અભિનંદન પાઠવ્યાં હતાં.