હૈદરાબાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક સુંદર, સ્ટાઈલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓ છે, તેમાંથી જ એક છે એક્ટ્રેસ હિના વર્દે, હિના તેના અભિનય ઉપરાંત તેના સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. ત્યારે હિના વર્દે પોતાની આગામી ગુજરાતી ફિલ્મમાં બિલ્કુલ વિપરીત અંદાજમાં જ જોવા મળશે.
મીરાની ભૂમિકામાં હિના વર્દે: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર, સ્ટાઈલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંથી એક એક્ટ્રેસ હિના વર્દે પોતાની અપકમિંગ ફિલ્મ મીરાને લઈને ખુબ જ ચર્ચામાં છે. બે સપ્તાહ પહેલાં રજૂ થયેલા ફિલ્મ મીરાના ટ્રેલરને પણ દર્શકોનો ખુબ સારો રિસ્પોન્સ મળ્યો છે. તેને લઈને એક્ટ્રેસ હિના વર્દે ખુશખુશાલ દેખાઈ રહી છે.
27 ઓક્ટોબરે થશે રિલીઝ: બોલીવુડની જેમ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હવે એકથી એક ચડિયાતી સત્ય ઘટનાઓ પર આઘારીત ફિલ્મો બનવા લાગી છે. ત્યારે વધુ એક સત્ય ઘટના પર આધારીત ગુજરાતી ફિલ્મ આગામી 27 ઓક્ટોબરે સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આત્મનિર્ભરતાનો સંદેશ આપતી આ ફિલ્મનું નામ 'મીરા' છે. આ ફિલ્મમાં મીરાની ભૂમિકા ભજવી છે અભિનેત્રી હિના વર્દેએ. હિના આ પહેલાં 'કહી દે ને પ્રેમ છે', 'કચ્છ એક્સપ્રેસ', મારૂં મન તારૂ થયું સહિત ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેના અભિનયની ખુબ પ્રશંસા થાય છે.
મીરાના ટ્રેલરની સરાહના: અપકમિંગ ગુજરાતી ફિલ્મ "મીરા"નું 2 સપ્તાહ પહેલાં ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અને અત્યાર સુધીમાં સાડા સાત લાખ જેટલા લોકોએ આ ટ્રેલર જોઈ લીધું છે અને પ્રેક્ષકોએ પણ આ ટ્રેલરની પ્રશંસા કરી છે. મહિલા સશક્તિકરણ પર પ્રકાશ પાડતી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હીના વર્દે છે. આ ઉપરાંત સંજય પરમાર, ચેતન દઈઆ, મૌલિક ચૌહાણ, રિવા રાચ્છ અને મગન લુહાર જેવા પ્રતિભાશાળી કલાકારો કામ કરી રહ્યાં છે. જ્યારે ફિલ્મની મુખ્ય વાર્તામાં ઉત્તરગુજરાતની મહિલાઓ અને ખાસ કરીને બનાસ ડેરીમાં મહિલા પશુપાલકોના યોગદાનને ઉજાગર કરે છે.
શું છે ફિલ્મની કહાની: આ ફિલ્મના રૂજૂ થયેલા ટ્રેલરમાં મહિલા સશક્તિકરણ, મહિલાઓનું સ્વાભિમાન અને તેમના સંઘર્ષથી આત્મનિર્ભરતા સુઘીની સફરની કથાને ખુબ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મના મુખ્ય પાત્રની વાત કરીએ તો હિના વર્દે આ ફિલ્મમાં એક અલગ જ લુકમાં જોવા મળી રહી છે. રિયલ લાઈફમાં હિના વર્દે ખુબ ગ્લેમરસ અને સ્ટાઈલિશ એક્ટ્રેસ છે, પરંતુ મીરા ફિલ્મમાં તે ગ્રામીણ મહિલાના રોલમાં એકદમ દેશી લુકમા જોવા મળી રહી છે.
ફરવાની શોખીન છે હિના: હિના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 31 હજારથી વધુ ફોલોઅર્સ છે, હિનાના ઈન્સ્ટાગ્રામ પર એક નજર કરીએ તો જણાશે કે, તેને ફરવાનો ખુબ જ શોખ છે. તે અવાર નવાર તેના પતિ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.