ETV Bharat / entertainment

Tiger Shroff Mother Ayesha: ટાઈગર શ્રોફની માતાએ છેતરપિંડીનો કર્યો કેસ, જાણો શું છે મામલો - માતા આયેશા

ટાઈગર શ્રોફની માતા આયેશા સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે અભિનેતાની માતાએ પોલીસમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આયેશા એ જેકી શ્રોફની પત્ની છે. આયેશા સોશિયલ મીડિયા પર નિયમિત જોડાયેલી રહે છે. તે એક મોડલ અને અભિનેત્રી છે.

ટાઈગર શ્રોફની માતાએ તરપિંડીનો કર્યો કેસ, જાણો શું છે મામલો

author img

By

Published : Jun 9, 2023, 5:40 PM IST

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આયેશાએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એલન ફર્નાન્ડિસ નામના વ્યક્તિ વિરુદ્ધ તેની સાથે છેતરપિંડી કરવા બદલ કેસ દાખલ કર્યો છે. પોલીસે એલન વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

છેતરપિંડીનો કેસ દાખલ: નોંધપાત્ર રીતે વર્ષ 2018 માં એલનને MMA મેટ્રિક્સ કંપનીના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ બનાવવામાં આવ્યા હતા. આ કંપની ટાઇગર અને તેની માતા સાથે સંકળાયેલી છે. ટાઈગર અને તેની માતા આ આખી કંપનીનું ધ્યાન રાખે છે. ટાઇગર તેના શૂટમાં વ્યસ્ત હોવાને કારણે, તે કંપનીના કામથી દૂર થઈ ગયા હતા. જે બાદ આ ઘટના બની હતી.

આયેશાએ કેસ નોંધાવ્યો: જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ દેશમાં અને બહાર 11 ટૂર્નામેન્ટનું આયોજન કરીને કંપની સાથે છેતરપિંડી કરી હતી. ડિસેમ્બર 2018 થી જાન્યુઆરી 2023 સુધીમાં કંપનીમાંથી આરોપીઓએ કંપનીના બેંક ખાતામાં કુલ 58,53,591 રૂપિયા એકત્ર કર્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે આયેશાએ પોતાની સાથે છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હોય, આ પહેલા વર્ષ 2015માં પણ આયેશાએ અભિનેતા સાહિલ ખાન વિરુદ્ધ આવો જ કેસ નોંધાવ્યો હતો.

અગાઉ નોંધાવ્યો કેસ: આયેશાએ સાહિલ ખાન સામે કંપનીના 4 કરોડ રૂપિયા પરત ન કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. આયેશા તેના પરિવાર સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તેમના કામના અપડેટ્સ શેર કરતી રહે છે. આયેશા શ્રોફ એ ફિલ્મ નિર્માતા અને મોડલ છે. આયેશાએ બોલિવુડ ફિલ્મ 'તેરી બાહોં મેં'માં કામ કર્યું હતું. આ સાથે તે એક અભિનેત્રી પણ છે.

  1. Animal Postponed: રણબીર કપૂરની પીછે હટ, સની દેઓલ-અક્ષયકુમાર આમને-સામને
  2. Parineeti Chopra Wedding: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્ન આ આલીશાન પેલેસમાં થશે, જુઓ તસવીર
  3. Gadar Re Released: 22 વર્ષ બાદ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ 'ગદર', એક ટિકિટ ફ્રી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.