મુંબઈઃ આજે તારીખ 2 માર્ચના રોજ બોલિવુડના ફિટનેશ માટે ચાહકોના દિવાના એવા ટાાગર શ્રોફનો જન્મદિવસ છે. આ અવસરે તેમનેે બોલિવુડના કલાકારો, તેમના પરિવારના સદસ્યો અને ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ અવસરે તેમના પિતા જેકી શ્રોફે ટાઈગરના બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ અવસરે તેમની બહેન કૃષ્ણા શ્રોફે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો અને બાળપણની તસવીર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Shraddha Kapoor Sexy: 10 રૂપે કી 'પેપ્સી શ્રદ્ધા કપૂર સેક્સી', જાહેરમાં છોકરી શ્રદ્ધાની સામે આ બોલી
ટાઈગરના બાળપણની તસવીર: બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ નામ અને ઓળખ ધરાવે છે. જેકીએ ફિલ્મમાં વિવિધ ભૂમિકાઓ કરી છે અને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. અહીં તેમનો દીકરો ટાઈગર શ્રોફ પણ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું અને પિતા જેકીનું નામ જાળવી રહ્યો છે. ટાઇગર તારીખ 2 માર્ચે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર ટાઈગરના ચાહકો, સેલેબ્સ અને ખાસ કરીને તેના પિતાએ તેને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ અને ખાસ સલાહ આપી છે. પુત્ર ટાઈગરને શુભેચ્છા પાઠવતા જેકીએ તેના બાળપણની ખૂબ જ સુંદર તસવીર પણ શેર કરી છે.
જોકી શ્રોફે પાઠવી શુભેચ્છા: જેકીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું, 'તમારા જીવનમાં હંમેશા સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ રહે. બાળકોને આવા જ પ્રેરણા આપતા રહો, હેપ્પી બર્થડે પુત્ર'. આ પોસ્ટ સાથે જેકીએ પુત્ર ટાઈગર સાથેની તસવીરોનો કોલાજ શેર કર્યો છે. જેમાં તેણે ટાઈગરની બાળપણની ખૂબ જ સુંદર અને યાદગાર તસવીરો છે.
કૃષ્ણા શ્રોફે પાઠવી શુભેચ્છા: કૃષ્ણા શ્રોફે પણ ભાઈ ટાઈગરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ટાઈગર કરતા 3 વર્ષ નાની કૃષ્ણાએ મોટા ભાઈ ટાઈગર સાથે એક વીડિયો અને બાળપણની તસવીરો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બાળપણની તસવીરમાં ક્રિષ્ના શ્રોફે લખ્યું છે કે, 'જ્યારે તમારા જેવો મોટો ભાઈ હોય, તો પછી કોઈ વાતનો ડર નથી'.
આ પણ વાંચો: Billi Billi Song Out: કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મનું બીજું ગીત 'બિલ્લી કટ્ટી' રિલીઝ, જુઓ અહિં વીડિયો
ટાઈગર શ્રોફનો વર્કફ્રન્ટ: એક્શન અને રોમેન્ટિક હીરો ટાઈગર શ્રોફ છેલ્લે વર્ષ 2022માં ફિલ્મ 'હીરોપંતી 2'માં જોવા મળ્યો હતો. હવે તેની આગામી ફિલ્મોમાં 'ગણપથ', 'બડે મિયાં છોટે મિયાં' અને 'સ્ક્રૂ ઢિલા'નો સમાવેશ થાય છે. કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે બ્રેકઅપ બાદ ટાઇગર શ્રોફ સિંગલ છે. અહીં દિશા એક વિદેશી છોકરાને ડેટ કરી રહી છે. જો કે દિશાએ એક સુંદર તસવીર શેર કરીને ટાઈગરને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી છે.