ETV Bharat / entertainment

The Vaccine War Vs Chandramukhi 2: 'ધ વેક્સીન વોર' પર ભારી પડી ચંદ્રમુખી 2, જાણો ત્રીજા દિવસની બંને ફિલ્મોની કમાણી - ધ વેક્સીન વોરનું કલેક્શન

28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં એક સાથે રિલીઝ થયેલી 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2' ફિલ્મોને શરૂઆતમાં દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ચાલો જાણીએ ત્રીજા દિવસે બંને ફિલ્મોની કમાણી...

Etv BharatThe Vaccine War Vs Chandramukhi 2

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 10:26 AM IST

મુંબઈ: વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત 'ધ વેક્સીન વોર' અને કંગના રનૌતની 'ચંદ્રમુખી 2' 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'ધ વેક્સીન વોર'ની શરૂઆત ધીમી હતી અને કંગનાની ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વેક્સીન વોરે તેના શરૂઆતના દિવસે માત્ર 0.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રમુખીએ શરૂઆતના દિવસે લગભગ 7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બંને ફિલ્મોના ત્રીજા દિવસનું કલેક્શનઃ હવે બંને ફિલ્મો ત્રીજા દિવસે પ્રવેશી રહી છે ત્યારે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં થોડો વધારો થવાની ધારણા છે. અહેવાલો અનુસાર, 'ધ વેક્સીન વોર' ત્રીજા દિવસે ભારતમાં લગભગ 1.05 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. 'ચંદ્રમુખી 2'ની વાત કરીએ તો, ફિલ્મ ભારતમાં તેના ત્રીજા દિવસે તમામ ભાષાઓમાં 6.6 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ચંદ્રમુખી 2'ની બે દિવસમાં કમાણી 12.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે હવે ત્રીજા દિવસની કમાણી સહિત ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 18 કરોડ રૂપિયા હશે.

'ધ વેક્સીન વોર'ની સ્ટાર કાસ્ટ: 'ધ વેક્સીન વોર' રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત છે. જેમણે 'ધ કાશ્મીર ફાઇલ' જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મમાં નાના પાટેકર, અનુપમ ખેર, રાયમા સેન, ગિરિજા ઓક, નિવેદિતા ભટ્ટાચાર્ય, સપ્તમી ગૌડા, પલ્લવી જોશી અને મોહન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. પલ્લવી જોશીએ આ ફિલ્મનું સહ-નિર્માણ કર્યું છે.

'ચંદ્રમુખી 2'ની સ્ટાર કાસ્ટ: કંગનાને 'ચંદ્રમુખી 2' પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે તેની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. જો કે, તેની વધુ બે ફિલ્મો 'તેજસ; અને 'ઇમરજન્સી' આવી રહી છે. 'ચંદ્રમુખી 2'માં કંગના રનૌતની સાથે રાઘવ લોરેન્સ, લક્ષ્મી મેનન, મહિમા નામ્બિયાર, રાધિકા સરથકુમાર અને વાડીવેલુ મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો:

  1. Ganapath Teaser OUT : 'ગણપથઃ અ હીરો ઈઝ બોર્ન'નું ટીઝર આવી ગયું, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
  2. Jawan: શાહરુખ ખાનની 'જવાન' ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.