ETV Bharat / entertainment

Maidaan film teaser: ફિલ્મ મેદાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જુઓ મેદાનની પ્રથમ ઝલક - મેદાન ફિલ્મ

બોલિવુડના સિંઘમ અજય દેવગણની ફિલ્મ 'મેદાન'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અજયનો ફર્સ્ટ લુક પણ બધાને પસંદ આવ્યો છે. અજય અહીં ભારતીય ટીમના તત્કાલીન કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતાની આ ફિલ્મ બાયોગ્રાફિકલ છે.

Maidaan film teaser: ફિલ્મ મેદાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જુઓ મેદાનની પ્રથમ ઝલક

author img

By

Published : Mar 30, 2023, 1:30 PM IST

Updated : Mar 30, 2023, 4:23 PM IST

હૈદરાબાદ: તારીખ 30 માર્ચ 2023ના રોજ અજય દેવગણની ફિલ્મ મેદાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અગાઉ અજય દેવગણે કહ્યું હતું કે, મેદાનની પ્રથમ ઝલક તેની નવી ફિલ્મ 'ભોલા'ના રિલીઝના દિવસે રજૂ કરવામાં આવશે. અમિત શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની સ્ટોરી ઉભરી આવશે. એક સમયે ભારતીય ફૂટબોલરો ખરેખર ઓલિમ્પિક મેડલ માટે લડતા હતા. વર્ષ 1952 થી 1962 દરમિયાન ભારતીય ફૂટબોલ જે ઉંચાઈએ પહોંચ્યું તેની સ્ટોરી જોવા મળશે.

આ પણ વાંચો: Rama Navami 2023: સેલેબ્સે તેમના ચાહકોને 'રામ નવમી'ની પાઠવી શુભેચ્છા, જુઓ અહિં તસવીર

મેદાન ફિલ્મનું ટીઝર રિલીઝ: અજયે પોતે આ તસવીરની એક ઝલક શેર કરી હતી તેણે લખ્યું, ''મેદાનમાં ઉતરેંગે ગ્યારહ પાર દિખેંગે એક. અ ટ્રુ સ્ટોરી. ટીઝર આઉટ નાવ.'' બોની કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મની પ્રથમ ઝલકએ દર્શકોને આકર્ષ્યા છે. અજયનો ફર્સ્ટ લુક પણ બધાને પસંદ આવ્યો છે. અજય અહીં ભારતીય ટીમના તત્કાલીન કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે. અજયની આ ફિલ્મ બાયોગ્રાફિકલ છે. આ ફિલ્મ ફરી એકવાર બ્લેક એન્ડ વ્હાઈટ યુગના ઈતિહાસના પાનામાં પગ મુકવાની તક આપવા જઈ રહી છે.

આ પણ વાંચો: Ponniyin Selvan 2 Trailer: 'પોનીયિન સેલવન 2'નું ટ્રેલર રિલીઝ, ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે

મેદાન ફિલ્મના કલાકારો: અગાઉ નિર્માતાઓએ ફિલ્મના પોસ્ટરમાં અજયની સિગારેટ પકડેલી તસવીર શેર કરી હતી. તે સ્ટોરી વિશે વધુ જણાવતું નથી. પરંતુ આ વખતે મેકર્સે સ્ટોરી વિશે ઘણી મોટી વાત લીક કરી છે. આમિર ખાન, શાહિદ કપૂર, બિગ બી પછી આ વખતે અજયે પણ સ્પોર્ટ્સ ડ્રામા તરફ પગ મૂક્યો છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં બંગાળી અભિનેતા રુદ્રનીલ ઘોષે પણ કામ કર્યું હતું. આ તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2019માં શરૂ થયું હતું. જોકે કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ થોડું મોડું થયું. આ ફિલ્મ આ વર્ષે જૂનના અંતમાં સ્ક્રીન પર આવી રહી છે. આ ફિલ્મમાં ગજરાજ રાવ અને પ્રિયા મણિ પણ અન્ય ભૂમિકામાં છે

Last Updated : Mar 30, 2023, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.