અમદાવાદ: વલસાડ નજીક આવેલા ધરમપુર ખાતે રેહતા અને કર્મકાંડ કરી જીવન ગુજરાન ચલાવતા ઉપાધ્યાય પરિવારના યુવક શુભ ઘરે થી પૂજા કરવાનું કહી નીકળ્યા ગયા હતા. ત્યાર બાદ લાશ ધરમપુર વલસાડ રોડ ઉપર આવેલી મોટેલ ઈલેવનના રૂમમાંથી મળી આવતા પરિજનોમાં આક્રંદ જોવા મળ્યું હતું. મૃતક શુભના પિતાએ જાણીતી ટીવી સીરીયલ રામાયણમાં જામવંતનું પાત્ર ભજવ્યું હતું. શુભ તેમનો દીકરો છે, જે છેલ્લા કેટલાક સમયથી ધરમપુર ખાતે રહેતો હતો. મૃતક પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે.
સુસાઇડ નોટ મળી આવી: દરવાજો ના ખોલતા આખરે હોટેલમાં રૂમની બીજી ચાવી લાવી રૂમ ખોલતા જ શુભની પંખા સાથે ગળે ફાંસો લઇ લટકતી લાશ જોવા મળી હતી. પરિજનોમાં ગમગીની ફેલાઈ હતી. ઘટના અંગે મોટેલ સંચાલકો અને પરિવારજનોએ ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતકની લાશને નીચે ઉતારી પંચનામું કરીને પી એમ માટે મોકલવાની કામગીરી હાથ ધરી હતી.
જાણો આત્મહત્યાનું કારણ: મૃતક શુભની મળેલી લાશ પાસેથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં શુભે તમામ પરિજનોની માફી માંગી પોતે જિંદગીથી કંટાળી ગયો હોવાનું નોધ્યું છે. સમગ્ર બાબતે ધરમપુર પી એસ આઈ એ કે પ્રજાપતિના જણાવ્યા આનુસાર, ''યુવક એકલો જ મોટેલમાં આવ્યો હતો અને સુસાઈડ નોટ ઉપરથી સ્પષ્ટ પણે જણાય આવે છે કે, તે જિંદગીથી નાસીપાસ થઇ ચુક્યો હતો અને તેના કારણે જ તેણે આ પગલું ભર્યું હતું.'' હાલ તો પોલીસે સમગ્ર કેસમાં અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. આમ યુવક શુભે જીદંગીથી કંટાળીને હોટલના રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિજનોમાં ગમગીની ફેલાઈ છે.