મુંબઈ: અદા શર્મા અભિનીત ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મને રિલીઝ થયા બાદથી ઘણા વિરોધ અને વિવાદોનો સામનો કરવો પડ્યો છે. આમ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો સ્પર્શવામાં સફળ રહી છે. 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે. પરંતુ નવી રિલીઝ થયેલી ફિલ્મોમાં પણ 'ધ કેરાલા સ્ટોરી' ક્યાંકને ક્યાંક દર્શકોને આકર્ષી રહી છે.
250 કરોડ નજીક: સુદીપ્તો સેનની 'ધ કેરલા સ્ટોરી'એ તેની રિલીઝના 30માં દિવસે બોક્સ ઓફિસ પર 1.60 કરોડની કમાણી કરી છે. અને આ સાથે જ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 234 કરોડ થઈ ગયું છે. જો કે, ફિલ્મે તેની રિલીઝના ત્રણ અઠવાડિયામાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. જે બાદ ફિલ્મની કમાણીની ગતિ થોડી ધીમી પડી છે. ફિલ્મ હજુ પણ 250 કરોડ રૂપિયા સુધી પહોંચવામાં સંઘર્ષ કરી રહી છે.
ફિલ્મ સ્ટોરી: 'ધ કેરળ સ્ટોરી' સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે. કેટલાક લોકો દ્વારા તેને પ્રોપગેન્ડા ફિલ્મ કહેવામાં આવી હતી. જ્યારે ઘણા લોકોએ તેની બોલ્ડ સ્ટોરી માટે પ્રશંસા કરી હતી. 'ધ કેરલા સ્ટોરી'ની વાર્તા કેરળની એક હિન્દુ મહિલાની વાર્તા છે. જે અદા શર્મા દ્વારા ભજવવામાં આવી છે. જેનું બ્રેઈનવોશ કરીને ઈસ્લામ ધર્મ અપનાવવામાં આવે છે અને તેને સીરિયા મોકલવામાં આવે છે. જ્યાં તેને ISIS આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવે છે.
અભિનેત્રીનો વર્કફ્રન્ટ: અદાશર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ધ કેરલા સ્ટોરી વિવાદમાં હોવા છતાં જોરદાર કમાણી કરી રહી છે. આ સફળતાને જોતા હવે અદા શર્મા પાસે બીજી ફિલ્મ ધ ગેમ ઓફ ગિરગિટ છે. આ એક થ્રિલર ફિલ્મ છે. જેમાં અદા શર્મા પોલીસની ભૂમિકા ભજવતી જોવા મળશે. તારીખ 11 મેના રોજ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.