મુંબઈ: NIAની વિશેષ અદાલતે જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી અને ભૂતપૂર્વ આતંકવાદી યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા (Yasin Malik sentenced to life in prison) ફટકારી છે. આતંકવાદીને 5 કેસમાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે કાશ્મીર હિંસાનો ભોગ બનેલા લોકો માટે તે ખુશીનો દિવસ હતો, ત્યારે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના(The Kashmir Files) ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટેરર ફંડિંગ કેસમાં દોષિત મલિક વિશે ટિ્વટ કર્યું છે.
આ પણ વાંચો: 'પૃથ્વીરાજ' ફિલ્મ તેના રિલીઝ પહેલા નિહાળશે અમિત શાહ,જાણો શુ છે કારણ
-
This is just the beginning. We shall not rest in our fight for #RightToJustice till the time #YasinMalik and Bitta are hanged.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
हम देखेंगे… https://t.co/E0mkDuNMRI
">This is just the beginning. We shall not rest in our fight for #RightToJustice till the time #YasinMalik and Bitta are hanged.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 25, 2022
हम देखेंगे… https://t.co/E0mkDuNMRIThis is just the beginning. We shall not rest in our fight for #RightToJustice till the time #YasinMalik and Bitta are hanged.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 25, 2022
हम देखेंगे… https://t.co/E0mkDuNMRI
લોકો વિવેકના ટિ્વટને રીટિ્વટ કરી રહ્યા છે: 'કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે લખ્યું, 'આ તો માત્ર શરૂઆત છે. જ્યાં સુધી #યાસીન મલિક અને બિટ્ટાને ફાંસી આપવામાં ન આવે ત્યાં સુધી અમે #RightToJustice માટેની અમારી લડાઈમાં આરામ કરીશું નહીં. અમે જોઈશું.' લોકો વિવેકના ટિ્વટને રીટિ્વટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ટેરર ફંડિંગ કેસમાં દોષિત યાસીન મલિકને બે કેસમાં આજીવન કેદ અને 5 કેસમાં 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ ફિલ્મને OTT પર પણ ઘણા વ્યુઝ મળ્યા: નોંધનીય છે કે કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર પર બનેલી વિવેકની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને દેશભરમાં લોકોએ ખૂબ વખાણી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન જબરદસ્ત સફળ રહ્યું હતું. એટલું જ નહીં, આ ફિલ્મને OTT પર પણ ઘણા વ્યુઝ મળ્યા છે. જણાવી દઈએ કે યાસીન મલિક વિરુદ્ધ કાવતરું, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી, ટેરર ફંડિંગ અને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા જેવા આરોપો હેઠળ ઘણા કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો: ભારતના આ દિગ્ગજ ઉદ્યોગપતિ પર બનવા જઇ રહિ છે બાયોપિક ફિલ્મ, આ 2 કંપનીઓએ પ્રોજેક્ટ માટે મિલાવ્યા હાથ
યાસીન મલિકે પોતાનો ગુનો કબૂલી લીધો: આ સાથે યાસીન મલિક પૂર્વ ગૃહપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી ભારતીય વાયુસેનાના 4 નિઃશસ્ત્ર અધિકારીઓના અપહરણ સહિત અન્ય ઘણા કેસમાં પણ આરોપી છે. કેસની સુનાવણી દરમિયાન યાસીન મલિકે પોતાનો ગુનો કબૂલી લીધો અને વકીલને પરત કર્યા.