ETV Bharat / entertainment

The Elephant Whisperers: ટ્રોફી સાથે 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ની લીડ સ્ટાર કાસ્ટ, જુઓ તસવીરમાં વિજયનો આનંદ - બોમ્મન અને બેઈલી

ગીત 'નાટુ નાટુ'એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો હતો અને ઓસ્કાર વિજેતા ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ની સ્ટાર કાસ્ટ ઓસ્કાર ટ્રોફી જીતી હતી. આ ઓસ્કાર એવોર્ડની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચામાં છે. જુઓ અહિં તસવીર.

The Elephant Whisperers: ટ્રોફી સાથે 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ની લીડ સ્ટાર કાસ્ટ, જુઓ તસવીરમાં વિજયનો આનંદ

author img

By

Published : Mar 23, 2023, 3:34 PM IST

હૈદરાબાદ: 95માં એકેડેમી એવોર્ડ સમારોહમાં 2 ઓસ્કર એવોર્ડ ભારતને મળ્યાં છે. પ્રથમ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'ના સુપરહિટ ગીત 'નાટુ નાટુ' એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો હતો. બીજા એવોર્ડ નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિકેય ગોન્સાલ્વિસની શોર્ટ ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'એ ઑસ્કાર જીત્યો હતો.

આ પણ વાંચો: Parineeti Chopra: પરિણીતી ચોપરા Aap નેતા રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી છે, જુઓ અહિં તસવીર

ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરી: ઑસ્કાર એવોર્ડ જીતને કારણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને ભારે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. હવે આ તમામ ઓસ્કર વિજેતાઓ પોતાના વતન ભારત પરત ફર્યા છે અને હવે ઓસ્કર ટ્રોફી સાથે એક એવી તસવીર સામે આવી છે. જેને જોઈને કોઈની પણ છાતી ગર્વથી ફૂલી જશે. વાસ્તવમાં કાર્તિકે ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ની લીડ સ્ટારકાસ્ટ સાથે સોશિયલ મીડિયા પર એક અદ્ભુત તસવીર શેર કરી છે.

હાથમાં ટ્રોફી અને આ જીતની ખુશી: ફિલ્મના દિગ્દર્શક કાર્તિકીએ આ અદ્ભુત તસવીર શેર કરી અને લખ્યું, 'અમે 4 મહિનાથી અલગ હતા અને હવે ઘર જેવું અનુભવાઈ રહ્યું છે'. આ તસવીરમાં ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ બોમન અને બેઈલી જોવા મળે છે. બંનેના હાથમાં ટ્રોફી છે અને આ જીતની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. કાર્તિકીની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ અને ચાહકોની કોમેન્ટ્સ આવી રહી છે.

આ પણ વાંચો: Kangana Ranaut Birthday: કંગના રનૌતે જન્મદિવસ પર આપ્યો સંદેશ, માતાપિતાને વ્યક્ત કર્યો આભાર

સેલેબ્સ અને ચાહકોની કોમેન્ટ્સ: બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી એશા ગુપ્તાએ આના પર 4 રેડ હાર્ટ ઇમોજી શેર કર્યા છે. જ્યારે હિન્દી ફિલ્મ નિર્દેશક કબીર ખાનની પત્ની અને ટીવી હોસ્ટ મીની માથુરે લખ્યું છે, 'ઉનકી મુસ્કાન પર વારી જવા, દોનો કો બેઝ હગ લગને કા મન'. ઘણા ચાહકોએ આ તસવીર પર ઘણો પ્રેમ વરસાવ્યો છે અને કહ્યું છે કે, આ ઓસ્કારની અત્યાર સુધીની સૌથી ક્યૂટ તસવીર છે. ઘણા ફેન્સ એવા છે જેમણે આ તસવીર પર માત્ર રેડ હાર્ટ ઈમોજી શેર કરી છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતી થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.