તિરુવનંતપુરમ: ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી અપર્ણા નાયર ઘરમાં મૃત હાલમાં મળી હતી આવી હતી. અપર્ણા ગઈકાલે એટલે કે, તારીખ 31 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ તિરુવનંતપુરમના કરમના થલિયામાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. 'મયૂખામ' તેમની ડેબ્યુ ફિલ્મ છે અને આ મલયાલમ ફિલ્મમાં તેમનો એક કેમિયો જોવા મળે છે.
મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયરનુ નિધન: મૃતદેહને તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. કરમના પોલીસ દ્વારા તપાસ ચાલું છે. અપર્ણાના પતિનું નામ સંજીત છે અને તેમને ત્રયા અને કૃતિકા બે બાળકો છે. અપર્ણા નાયરે વર્ષ 2005માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ 'મયૂખામ'થી શરુઆત કરી હતી. તેમણે ઘણી મોલીવુડ ફિલ્મો જેવી કે, 'રન બેબી રન', 'સેકન્ડ્સ', 'અચાયન્સ', 'મેઘા તિર્થમ', 'મુથુગૌ', 'કોડાથી સમક્ષન બાલન વકીલ', 'કલ્કી', 'ચંદનમાઝા' અને 'અથમાસખી જેવી સિરિયલોમાં અભિનય કર્યો હતો.
અપર્ણા નાયરની ફિલ્મ: અપર્ણા એ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. અપર્માએ 'છાયામુખી'માં 'પાંચાલ'ની ભુમિકા ભજવી હતી. તેમણે મોહનલાલ અને મુકેશ સાથે કામ કર્યું હતું. અભિનેત્રીએ મલયાલમ ફિલ્મ ઉપરાંત તેલુગુ ફિલ્મ 'ચેન્ની ચિન્ની આસ'માં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમિલ ફિલ્મ 'એધુવુમ નાદક્કુમ'માં 'પૂજા' તરીકે ભૂમિકામા ભજવી હતી. વર્ષ 2005માં અંગ્રેજી ભાષામાં રિલીઝ થયેલ 'સેલીબ્રેટ હૈપ્પીનેસ' વીડિયો ગીતમાં જોવા મળી હતી. ડાયરેક્ટ OTT રિલીઝમાં વર્ષ 2021ની 'થમારા' સામેલ છે. અપર્ણાએ મલયાલમ ભાષામાં ઘણી ફિલ્મોમાં કામ કાર્યું છે.
- Trailer Of Jawan : લોકોની આતુરતાનો અંત, શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રિલીઝ
- Jawan Trailer Dialogue: 'બેટે કો હાથ લગને સે પહેલે...', 'કિંગ ખાન'ના આ ડાયલોગ પર ચાહકોએ કહ્યું – સમજદાર કો ઈશારા કાફી હૈ !
- Burj Khalifa Event: શાહરુખ ખાને બુર્જ ખલીફા ખાતે 'જવાન' ટ્રેલરનું લોન્ચિંગ કર્યું હતું, વીડિયો આવ્યો સામે